For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળ

11:19 AM Jan 07, 2025 IST | Bhumika
ઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળ

ઉપલેટા શહેરના કાળા નાલા વિસ્તાર પાછળ કૈલાશ નગર સોસાયટીમાં આવેલ કમરીબાઈ કુમાર છાત્રાલયમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલો જે વર્ષ 2023 માં શાળા પ્રવેશ મહોત્સવમાં સાયકલ આપવાની સાયકલો ખાઈ રહી છે ધૂળ ત્યારે 280 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે ત્યારે ગઈકાલે 80 જેટલી સાયકલો ધોરાજી ખાતે આપેલ જે સાયકલો વિધાર્થીનીઓને અપાયેલ સાયકલો રીતસર વાલીઓ ખભે નાખી લઈ જતા જોવા મળ્યા હતા.ગુજરાત રાજ્ય દ્વારા સમાજ કલ્યાણ અને સરસ્વતી સાધના યોજનામાંથી આપવામાં આવેલ સાયકલોની હાલત અતિશય ખરાબ અને ખખડધજ હાલતમાં વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીના પટેલ વિદ્યા વિનય મંદિર શાળાની તો.......આ શાળામાંથી એક વર્ષ પહેલાં જે વિદ્યાર્થીઓ નવમુ ભણતો વિદ્યાર્થી અને એ જ વિદ્યાર્થી હાલ દસમા ધોરણમાં આવી ગયેલ હોય અને અભ્યાસ કરતો હોય અને દોઢ વર્ષ વીત્યા બાદ સાયકલોનું વિતરણ કરવામાં આવેલ પણ છે. સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે તે પણ ખખડધજ હાલતમાં હોય અને આ સાયકલના ટાયર ટ્યુબ ફેઈલ હોય અને કાટ ખાઈ ગયેલ હોય અને અન્ય સાયકલોના પાર્ટ પણ તુટેલ હોય તેથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને સાયકલ ખંભે મારી લઈ જવી પડી હતી અને અમુક વાલીઓ મોટરસાયકલ દ્વારા સાયકલ અને પોતાના સંતાનને સાયકલ લઈ જવી પડી હતી.

આમ આ સાઈકલો એક વર્ષ અગાઉ કે દોઢ વર્ષ અગાઉની પડતર હોય અને આ સાયકલોમાં ઘણો રીપેરીંગ માટેનો ખર્ચો પણ વાલીઓને કરવો પડે ત્યારે આ સાયકલ ચાલવા જેવી થાય તો હાલ જે સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે તે સાયકલો ખખડધજ હાલતમાં હોય. આવી સાયકલોના વિતરણથી વાલીઓમાં ભારે રોષ જોવા મળેલ ત્યારે ઉપલેટામાં હાલ ધૂળ ખાઈ રહેલ સાયકલો બે વર્ષ થયા છતાં વિતરણ નથી કરાઈ અને ક્યારે કરાશે તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement