સરકારી પ્રેસનો કર્મચારી છરી સાથે બેભાન હાલતમાં મળ્યો, હોસ્પિટલે ભાનમાં આવતા ધમાલ મચાવી
સારવાર કરી રહેલા તબીબોને પાટા માર્યા: સિક્યુરિટી ગાર્ડે છરી લઈ પોલીસને જાણ કરી
રાજકોટ શહેરમા આવેલી સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર મોબાઈલચોર અને દારૂડિયાઓ ધમાલ મચાવતા હોવાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે. તેમજ એક વખત મહિલાઓ દેશી દારૂ વેચતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હોસ્પિટલમાં રાત્રી પેટ્રોલીંગ વધાર્યુ હતું. તેમ છતાં અનેકવાર લુખ્ખા તત્વો દ્વારા માથાકુટ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકથી કેસરીહિન્દ પુલ તરફ જવાના રસ્તે ખટારા સ્ટેન્ડ પાસેથી એક યુવાન બેભાન હાલતમાં છરી સાથે મળી આવ્યો હતો. અને તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યાર બાદ યુવાન ભાનમાં આવતા છરી હાથમાં પકડતા તબીબ અને સ્ટાફમાં નાસભાગ મચી હતી. ત્યાર બાદ સિક્યોરીટી ગાર્ડે પહોંચી યુવાનને પકડી તેના પાસેથી છરી લઈ પ્ર.નગર પોલીસ મથકને જાણ કરી હતી. યુવાન પાસેથી મળી આવેલ પાકિટને આધારે તેમની ઓળખ થઈ હતી અને યુવાન સરકારી પ્રેસમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગત મુજબ આજે વહેલી સવારે લગભગ સાડા પાંચેક વાગ્યે કેસરી હિન્દ પુલથી હોસ્પિટલ ચોક સુધીના રસ્તામાં આવેલા ખટારા સ્ટેન્ડ પાસેથી એક અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડ્યો હોવાનો કોલ 108માં આવતા 108ના સ્ટાફે ઘટના સ્થલે પહોંચી બેભાન હાલતમાં પડેલા યુવાનને તેની પાસે રહેલી છરી સાથે જ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો. તેમજ ત્યાં તબીબો સારવાર કરી રહ્યા હતા ત્યારે યુવક ભાનમાં આવ્યો અને હાથમાં છરી લેતા જ તબીબો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાર બાદ તબીબોએ ત્યાં હાજર સિક્યોરીટી ગાર્ડન બનાવની જાણ કરતા સિક્યોરીટી ગાર્ડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનને પકડી તેની પાસે રહેલી છરી કબ્જે લઈ પ્ર.નગર પોલીસ મથકને જાણ કરી હતી.
સિક્યોરીટી ગાર્ડ પાસેથી જાણવા મળ્યુ ંહતુ ંકે, યુવક પાસેથી મળી આવેલા પાકિટમાંથી તેનું આઈકાર્ડ મળી આવ્યું હતું અને તેમાં તેનું નામ પ્રતિક આર ચૌહાણ લખેલ હતું અને પોતે સરકારી પ્રેસમાં લેબર વર્ક કરતો હોવાનું જાણવા મળ્યું છે. યુવાને તબીબોને પાટા માર્યા હોવાનો આક્ષેપ પણ થયો હતો.