ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ બસપોર્ટમાં મુસાફરોને ફરિયાદ બૂક આપવા મેનેજરને સરકાર દ્વારા આદેશ

04:40 PM Sep 22, 2025 IST | Bhumika
Advertisement

ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર અંદાજે 1200 થી વધુ બસોની અવરજવર વચ્ચે 70,000 મુસાફરો આવજા કરે છે. અને આ મુસાફરોને નિગમની બસ સર્વિસોમાં કોઈપણ પ્રકારની અગવડતા સબબ ફરિયાદ કરવા માટે ઓનલાઇન ફરિયાદ/લેખિત ફરિયાદ/ ફરિયાદ પોથીમાં ફરિયાદ કરવા માટે વિકલ્પ આપવામાં આવેલ છે. અને મુસાફર જનતાને અસુવિધા પડવા સબબ ફરિયાદ પોથી આપવા માટે અને ફરિયાદની ચકાસણી કરી નિયમાનુસારની કાર્યવાહી કરવા ડેપો મેનેજરની પ્રાથમિક જવાબદારી બને છે અને ફરિયાદ બુક આપવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

Advertisement

ડેપો મેનેજરે બનાવેલા પોતાના મનઘડત કાયદા અને ઘરની ધોરાજી ચલાવી તાનાશાહી ચલાવતા હતા. ડેપો મેનેજર ની જોહુકમી સામે અને ફરિયાદ બુક પર પ્રતિબંધ મૂકવાના વલણ સામે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તત્કાલીન સમયે અવાજ ઉઠાવવામાં આવેલ હતો અને હજારો મુસાફરોના ફરિયાદ, સૂચન કરવાના અધિકારને છીનવી લેવાના ડેપો મેનેજરના વલણની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, એમ.ડી કચેરી અમદાવાદ, રાજકોટ વિભાગીય નિયામક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ સભ્ય શક્તિસિંહજી ગોહિલને આધાર પુરાવા સાથે તત્કાલીન સમયે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે સંદર્ભે મુખ્યમંત્રી કાર્યાલયે તારીખ 27/07/2025થી રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રી બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગર ને આ અંગે રજૂઆત ચકાસીને નિયમાનુસાર કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીની વિગતોની જાણ મુખ્ય મંત્રી કાર્યાલયને કરવા આદેશ કરેલ છે. અને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય તરફથી ફરિયાદ બુક આપવા પર પ્રતિબંધ મૂકનાર ડેપો મેનેજર રાજકોટ અને ટ્રાફિક કંટ્રોલર રાજકોટ સામે તપાસ કરી પગલા ભરવા અંગે રાજકોટ વિભાગીય નિયામકને લેખિત આદેશ કરેલ છે.

ભૂતકાળમાં પણ ફરિયાદ બુક ન આપવાના વલણ સામે લોકસંસદ વિચાર મંચ દ્વારા વિભાગીય નિયમોને કરવામાં આવેલી લેખિત ફરિયાદ સંદર્ભે તારીખ 10/08/2023 ફરિયાદ બુક ફરજિયાત દરેક મુસાફરોને આપવી ટ્રાફિક કંટ્રોલરને લેખિત આદેશ કરવા છતાં ફરીયાદ બુક આપવા પર પ્રતિબંધ મૂકનાર ડેપો મેનેજરને ઝટકો લાગ્યો છે અને વિભાગીય નિયામકે તારીખ 11-09-2025 થી રાજકોટના સિનિયર ડેપો મેનેજરને લેખિત આદેશ જાહેર કરી ફરિયાદ બુક મુસાફરોને આપવા અપીલ કરી છે.

ઉપરોક્ત આગેવાનો ના જણાવ્યાનુસાર આ પ્રકરણ અહીં પૂરું થતું નથી ફરિયાદ બુક પર પ્રતિબંધ મૂકવાના વલણ સામે સીસી ફૂટેજ મેળવી સિનિયર ડેપો મેનેજર ચગ અને ટ્રાફિક કંટ્રોલર સુરેશભાઈ દલસાણીયા સામે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવશે.

Tags :
Government ordersgujaratgujarat newsrajkotRajkot Bus Portrajkot news
Advertisement
Next Article
Advertisement