તલાટી મંત્રીઓની નિમણૂક રદ કરવા સરકારની સૂચના
તાજેતરમાં મહેસુલ વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીઓની નિમણુંકના ઓર્ડર કરવામાં આવ્યા હતા. તેમજ નિયુક્તિથી નિમણુંક આપવાની સુચના આપવામાં આવી હતી. જે હાલ મહેસુલ વિભાગે પરિપત્ર જાહેર કરી અને આ નિયુક્તિને રદ કરવા માટે સુચના આપવામાં આવી છે.
મહેસુલ વિભાગમાંથી મળતી માહિતી મુજબ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તા.12-9-2017ના ઠરાવથી મહેસુલી તલાટી મંત્રીના પંચાયત વિભાગ ખાતે પ્રતી નિયુક્તિથી નિમણુંક આપવાની સુચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ તા.7-10-2017ના ઠરાવથી સુધારા ઠરાવ બહાર પાડેલ હતો. જે બન્ને ઠરાવો રદ કરવાની વિચારણા હેઠળ હતો જેને બહાલી મળતા હાલ આ ઠરાવ રદ કરવામાં આવેલ છે.
મહેસુલ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્ર અનુસંધાને પંચાયત વિભાગમાં હાલ તલાટી મંત્રીઓની નિમણુંકને બ્રેક મારવામાં આવી છે. આગામી દિવસોમાં આ અંગે નિર્ણય લઇ ફરીથી પરિપત્ર કરવામાં આવશે તેવં સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.