રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

RTI એક્ટિવિસ્ટોને ઊઠાં ભણાવવાનું સરકારી બાબુઓ બંધ કરે : ગજેન્દ્રસિંહ

05:17 PM Jan 17, 2025 IST | Bhumika
Advertisement

આર.ટી.આઈ એક્ટિવિસ્ટ રાજકીય, સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા (ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ) ની યાદી મુજબ શહેર ની કેટલીક સરકારી કચેરીઓ આર.ટી.આઇ એક્ટિવિસ્ટોને ઉઠા ભણાવી, ચલક ચલાણુ રમાડી ખો આપે છે એવું ધ્યાનમાં આવેલ છે. તો મહેરબાની કરીને તંત્રના જવાબદાર અધિકારીઓ આર.ટી.આઇના કાયદાનું જ્ઞાન ન હોય તો મેળવી લે તે જરૂૂરી છે.

Advertisement

તારીખ 9/1 ના ગજેન્દ્રસિંહ ઝાલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની કચેરી, ગોંડલ રોડ પરની વિભાગીય નિયામક ની કચેરી અંગેની એસ.ટી બસ પોર્ટ અંગેની માહિતી માટે આર.ટી.આઈ રાજકોટની જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવા ગયા તે સમયે રજીસ્ટરી બ્રાન્ચ ના જવાબદાર મેડમે કહ્યું આ તમારે એસ.ટી.એ જવું પડે, અરજીમાં ઉપરના મથાળે મારફત સાદર રવાના, જિલ્લા કલેકટર, રાજકોટ લખેલું હતું તેમ છતાં એસ.ટી.એ જવાનો હઠાગ્રહ શા માટે ? એક સમયે જિલ્લા કલેકટર ખાતે રજીસ્ટ્રી શાખામાં અરજી સ્વીકારવાની ઘસીને ના પાડતા ગજુભા જણાવ્યું કે કોઈપણ આર.ટી.આઈ કરનાર વ્યક્તિ પોતાની નજીક માં ગમે તે સરકારી કચેરીઓમા જોગવાઈ કર્યા મુજબની ફી રોકડામાં ભરવાની સુવિધા ઉપલબ્ધ હોય ત્યારે રોકડમાં અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર અથવા લોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અથવા નોંધ પેપર અથવા ફ્રેંકીંગ દ્વારા સ્ટેમ્પિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ સ્ટેમ્પિંગ રેવન્યુ સ્ટેમ્પ અથવા નિયમો હેઠળ 0070-અન્ય વહીવટી સેવાઓ, 60-અન્ય સેવાઓ, 800-અન્ય આવક, (17)-ફી અને અન્ય ચાર્જના અંદાજપત્રમાં સદરમાં અધિકૃત બેંકો મારફત સરકારે તિજોરીમાં જમા કરાવેલ ચલણ દ્વારા પૈસા ભરી શકાય છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે રોકડમાં 20 રૂૂપિયા ભર્યા બાદ એસ. ટી ની અરજી સ્વીકારવા આનાકાની કરવામાં આવતા મામલો ત્રણેક સરકારી અધિકારી પાસે જતા અંતે આર.ટી.આઇ સાથેની અરજી સ્વીકારવાની ફરજ પડી હતી.

ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે માંગેલ માહિતી જે જાહેર માહિતી અધિકારી/જાહેર સત્તા મંડળને અરજી કરવામાં આવી હોય તેની હુકુમતમાં આવતી ન હોય, ત્યારે તેવા કિસ્સામાં, એવી અરજી અથવા તેનો તેવો ભાગ, જાહેર માહિતી અધિકારીએ શક્ય હોય તેટલું જલ્દી પણ કોઈ પણ કિસ્સામાં અરજી મળ્યા ના પાંચ દિવસથી મોડું નહીં, બીજા સંબંધિત જાહેર સત્તા મંડળને નમુના ડી માં (નિયમ 4 (2) મુજબ તબદિલ કરવો જોઈશે અને અરજદારને એવી તબદિલીની જાણ તાત્કાલિક કરવી જોઈશે. ત્યારે આરટીઆઇ એક્ટિવિસ્ટોને કોઈ પણ સરકારી કચેરીના જવાબદાર અધિકારી ના પાડી શકશે નહીં. હાલ પોલીસ કમિશનર કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી અન્ય સરકારી કચેરીઓમાં આરટીઆઇ એક્ટિવિસ્ટોને કનડગત કરવામાં આવે છે. અને નિયમ મુજબની ફીની પહોંચ સાથે સંબંધિત કચેરીના વડા ને અરજી કરેલી હોય તેમ છતાં વધુ ઝેરોક્ષ કરાવી તમારે રજીસ્ટરી બ્રાન્ચમાં એક અરજી આપતા આવજો અને અન્ય જગ્યાએ પણ અરજીઓ દેવા ધકેલવામાં આવે છે જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે જ્યારે ફીની પહોંચ સાથે કચેરીના વડાને સંબોધીને અરજી આપવામાં આવે તેમ છતાં પણ આર.ટી.આઇ કાર્યકર્તા ને અન્ય બ્રાન્ચમાં અરજીઓ આપવાનું કહેવામાં આવે છે.

કલેક્ટર કચેરીમાં રોકડા 20/- ભર્યા ની પહોંચ ની માંગણી કરતા જણાવ્યું કે તમને પહોંચ આપવાની ન હોય ઓરીજીનલ પહોંચ અમારે તમે આપેલી અરજી સાથે જોડવાની હોય તમે ઝેરોક્ષ કરાવી લો. ત્યારે ગજુભા એ જણાવ્યું કે હું ક્યાંય ઝેરોક્ષ કરાવવા ન જાવ તમારે મને મેં આર.ટી.આઈ અરજી સાથે રૂૂપિયા 20 રોકડા ભર્યા છે તેની ઓરીજીનલ પહોંચ આપવી પડે તમારે ઝેરોક્ષ કરાવી હોય તો તમે અરજી સાથે ઝેરોક્ષ રાખી શકો છો અને આમેય તમારા રેકોર્ડમાં તો મેં ભરેલ ફી ની રસીદ તો છે જ તમારે સાહેબને પૂછવું હોય ઉપર તો પૂછી શકો છો મેં ₹20 ભર્યા એની ઓરીજીનલ પહોંચ માગવાનો મારો અધિકાર છે. અંતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કરેલી આર.ટી.આઇ ની અરજી સ્વીકારવી પણ પડી અને ઓરીજનલ પહોંચ પણ આપવાની ફરજ પડી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement