જિલ્લામાં 2024માં 500 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
છેલ્લા ત્રણ વર્ષમાં 1375 દબાણ પર બુલડોઝરની કાર્યવાહી: મહેસૂલી અધિકારીની રિવ્યુ બેઠકમાં માહિતી અપાઈ
સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરવા સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર એકશન મોડમાં આવ્યા હતા અને જિલ્લામાં થયેલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં રૂા. 500 કરોડથી વધુ કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હોવાની માહિતી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી રિવ્યુ બેઠકમાં મામલતદારોએ આપી હતી.
રાજકોટ જિલ્લામાં વર્ષ 2022 અને 2023માં કુલ-472 ખેતી તેમજ બિનખેતી વિષયક દબાણ મળી કુલ 4,00,313ચો.મી સરકારી જમીન 5રનું દબાણ દુર કરવામાં આવ્યું અને વર્ષ-2024માં 414 દબાણો દુર કરી 32,97,771 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી જેની અંદાજે કિંમત રૂૂા.5,01,10,51,086 (પાંચસો એક કરોડ દસ લાખ એકાવન હજાર છયાસી રૂૂપિયા પુરા) થાય છે. જે પૈકી ખેતિ વિષયક કુલ-66 દબાણો દુર કરી 25,83,717 ચો.મી જમીન અને બિનખેતી વિષયક કુલ- 348 દબાણો દુર કરી 7,14,053 ચો.મી જમી ખુલ્લી કરાવવામાં આવી. વર્ષ-2024માં શહેરી વિસ્તારમાં બિનખેતી વિષયક કુલ-53 દબાણદારોનુ ર,98,108ચો.મી સરકારી જમીન 5રનું બિન અઘિકૃત દબાણ દુર કરવામાં આવ્યું. રાજકોટના કોઠારીયા ગામે ચેકડેમ પાસે 1200 ચો.મી દબાણ દુર કરી વોટરબોડી વિષયક દબાણ દુર કર્યુ.
વર્ષ-2025માં રાજકોટ જિલ્લામાં બિનઅઘિકૃત રોડ રસ્તાના કુલ- 67 દબાણદારોનુ 12,000 ચો.મી જમીનનુ દબાણ દુર કરાવવામાં આવ્યું છે. વર્ષમાન સમયમાં જ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકામાં દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ થતાં ગૌચર અને ખરાબાની જમીન પર આડેધડ કાચા-પાકા બાંધકામ ખડકી દેવામાં આવ્યા હોવાની અનેક રાવ ઉઠવા પામી છે. હાલ કલેક્ટર તંત્ર દ્વારા નોટીસ ફટકારી જમીન ખાલી કરવાસુચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં બુલડોઝરની કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. જિલ્લામાં 3000થી વધુ દબાણની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.