ન્યારામાં 30 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો અને ગૌચર પર ભૂમાફિયાઓ દ્વારા કરવામા આવેલ દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છે જે કામગીરી અંતર્ગત આજે જામનગર રોડ પર આવેલ ન્યારા ગામમા ખરાબામા કરવામા આવેલ દબાણ પર બૂલડોઝર ફેરવી અને ડિમોલેશન કરવામા આવ્યુ હતુ.
જામનગર રોડ પર પડધરીના ન્યારા ગામમા સર્વે નંબર 214 ની સરકારી જમીન પર ક્રિકેટનુ મેદાન બનાવી અને કબ્જો કરવામા આવ્યો હતો જેમા ભૂમાફિયા દ્વારા ક્રિકેટ રમાડવામા આવતુ હતુ તેને કલેકટર તંત્ર દ્વારા નોટીસ ફટકારી અને સરકારી જમીન ખાલી કરવા માટે આદેશ આપવામા આવ્યો હતો પરંતુ આદેશનુ પાલન નહી કરતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના સુચનાથી મામલતદાર દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે જમીન પરથી દબાણ દુણર કરી રૂ. 30 કરોડની જમીન ખૂલ્લી કરાવવામા આવી હતી.
મળતી વિગતો અનુસાર ગ્રામ્ય પ્રાંત વિમલ ચક્રવર્તીની સૂચના મુજબ આજે પડધરી મામલતદાર કેતન સખિયા પોલીસનો શુષ્ક બંદોબસ્ત વચ્ચે રાજકોટ નજીક આવેલ ન્યારા ગામની સર્વે નંબર 214 છ એકર જેટલી સરકારી જમીન પર છેલ્લા કેટલાય સમયથી દબાણ કરીને ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી અન્યને ભાડે આપતો હોવાનો પડધરી મામલતદારને આવતા જ આજે આ છ એકર જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી. આ જમીનની અંદાજિત કિંમત 30 કરોડથી પણ વધુ થવા જાય છે.