ગોંડલની સરકારી હોસ્પિટલમાં માત્ર એક જ ડોક્ટરથી ભારે હાલાકી
સ્ટાફના અભાવે દર્દીઓને ખાનગીમાં લેવી પડતી સારવાર
ગોંડલ શહેર અને તાલુકાનાં ખાસ કરીને મધ્યમવર્ગીય લોકો માટે તબીબી સારવાર નો આધારસ્તંભ ગણાતી અને 150 બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ હાલ માત્ર એક ડોક્ટર પર નભતી હોય દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.
ઓપીડી વિભાગ માં સવાર થી દર્દીઓ ની લાઇનો લાગી હોય છે.ત્યારે માત્ર એકજ ડોક્ટર હોવાથી મોટાભાગ નાં દર્દીઓ નો વારો આવતો નાં હોય સારવાર માટે લાચાર બનવું પડે છે.સિવિલ હોસ્પિટલ માં છ ડોક્ટર નું સેટઅપ છે.પરંતુ ઓનપેપર માત્ર ચાર ડોક્ટર છે.તે પૈકી એક ડોક્ટર જેતપુર ડેપ્યુટેશન પર છે.બે સતત ગેરહાજર છે.અને એક માત્ર ડોક્ટર ફરજ બજાવે છે.તેમા પણ ઇમરજન્સી આવેતો ચેકઅપ કરવા આ ડોક્ટર ને દોડી જવું પડતું હોય રાહ માં બેઠેલા દર્દીઓ ની પરેશાની માં વધારો થાય છે.
હોસ્પિટલ ની ગાયનેક વિભાગ ની હાલત પણ બદતર છે.અહી મહીને સરેરાશ સો જેટલી પ્રસુતિ થાય છે.પણ ખાટલે મોટી ખોટ હોય તેમ એક પણ ગાયનેક ડોક્ટર નથી. ચોર્યાસી ગામડાં ધરાવતો તાલુકો અને દોઢલાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરનાં મધ્યમવર્ગીય લોકો માટે સિવિલ હોસ્પિટલ મહત્વ ની હોય આરોગ્ય તંત્ર દ્વારા ગંભીરતા દાખવવા લોકમાંગ પ્રબળ બનીછે.