For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી જી.જી. હોસ્પિટલના પટાવાળાની લાંચ કેસમાં એક માસ પછી ધરપકડ

11:58 AM Jul 11, 2024 IST | admin
સરકારી જી જી  હોસ્પિટલના પટાવાળાની લાંચ કેસમાં એક માસ પછી ધરપકડ

રૂા.25 હજારની લાંચ લેવાનો ગુનો દાખલ થયો

Advertisement

જામનગર માં સરકારી જી જી હોસ્પિટલ માં પટાવાળાએ રૂૂપિયા 25 હજાર ની લાંચ મેળવી હતી. પરંતુ દરોડા ની ગંધ આવી જતા તે લાંચ ની રકમ પરત આપીને નાસી છૂટયો હતો.જે આરોપી આખરે એક માસ પછી આજે પોલીસ ના હાથે ઝડપાયો છે. જામનગર ની જી.જી. હોસ્પિટલ નાં મેડિકલ બોર્ડ વિભાગ માં પટાવાળા તરીકે ફરજ બજાવતા અશોક ધીરુભાઈ પરમાર સામે નો રૂૂ 25 હજાર ની લાંચ સ્વીકારવા અંગે નો ગુનો દાખલ થયો હતો.
પરંતુ આરોપી નાસી ગયો હોવા થી આખરે એક માસ બાદ આરોપી આજે પોલીસ ના હાથે ઝડપાયો છે. એક સરકારી કર્મચારીને હૃદય રોગની બીમારી હોવાથી તેને પોતાના વતન નજીક બદલી કરાવી હતી. જેના માટે તેમને આરોગ્ય તપાસણી માટે સરકારી કર્મચારી ને જામનગર ની જી જી હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા હતા.

જ્યાં તેની ખરાઈ નું પ્રમાણપત્ર કર્મચારીના વિભાગ ને મોકલવા માટે અશોક પરમાર રૂૂપિયા 25 હજાર ની લાંચ માંગી હતી. આથી સરકારી કર્મચારી દ્વારા લાંચ રૂૂશ્વત વિરોધી શાખા માં ફરિયાદ કરવામાં આવતા ગત તાં 7/6/24 નાં રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચની રકમ સ્વીકારી હતી. પરંતુ ત્યાં હાજર પોલીસ સ્ટાફને જોઈ જતા લાંચ ની રકમ પરત આપી ને આરોપી અશોક પરમાર નાસી છૂટી ગયો હતો.જેને આખરે એક માસ બાદ આજે જામનગર એ.સી.બી. ની ટિમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. અને આવતીકાલે તેને રિમાન્ડ ની માંગણી સાથે આવિકાલે ગુરુવારે અદાલત.માં રજૂ કરવામાં આવનાર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement