રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ન્યાય નહીં મળતા સરકારી કર્મચારીઓ કાલથી બે દિવસ કાળીપટ્ટી બાંધશે

05:56 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

જુનિયર પેન્શન યોજના સહિતના વિવિધ પ્રશ્ર્નોનું નિરાકરણ નહી આવતા રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા સરકાર સામે બાંયો ચડાવી છે અને તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આજે સચિવાલયમાં કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે અન્ય વિભાગોમાં આવતીકાલથી વિરોધ પ્રદર્શન શરૂ કરાશે.

Advertisement

ગુજરાત રાજ્યના કર્મચારી સંયુકત મોરચા દ્વારા તેમના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ માટે આગામી તા.14 ફેબ્રુઆરીથી તબક્કાવાર કાર્યક્રમ જાહેર કર્યા છે ત્યારે તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા તથા ફિકસ પગારી યોજના દૂર કરવા તેમજ મુજબના પ્રશ્ર્નોનું નિરાકરણ ન મળતા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે તા.14 ફેબ્રુઆરી અને તા.15 ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે.

ત્યારબાદ તા.16 ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ કાળા કપડા ધારણ કરીને ફરજ બજાવશે તેમજ તા.23 ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતેના ધરણા કાર્યક્રમ બપોરે 12 થી 3 કલાક સુધી થશે. ઉપરોકત તમામ કાર્યક્રમ સફળ થાય તે હેતુથી ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ નારણભાઈ વીરડા, રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કૌશિકભાઈ રાવલ તેમજ મહામંત્રી હિતેષભાઈ કનેરીયા અને મીડિયા ક્ધવીનર ભાવેશભાઈ ઈલાણીએ તમામ કર્મચારીઓને આહવાન કરેલ છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement