For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના સરકારી તબીબને લાંચના ગુનામાં એક વર્ષની સજા

01:21 PM Sep 13, 2024 IST | admin
કાલાવડના સરકારી તબીબને લાંચના ગુનામાં એક વર્ષની સજા

રજા મંજૂર કરવાની લાંચ લેતા ઝડપાયેલ, સજા સાથે રૂા.20,000નો દંડ કરતી કોર્ટ

Advertisement

જામનગર જિલ્લા નાં કાલાવડ ના ખરેડી ગામ મા નિમણૂક કરવામાં આવેલા એક સરકારી તબીબ પાસે તેના ઉપરી તબીબે રૂૂ. પ હજાર ની લાંચ લીધી હતી.જે અંગે નાં કેસ મા અદાલતે તબીબ ને એક વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.જામનગર જીલ્લા મા આ કેસ ની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ખરેડી ગામ માં 13 વર્ષ પહેલાં પીએચસી તરીકે એક તબીબ ની નિમણૂક કરવામાં આવી હતી. આ તબીબ તા.15-7-11 ના ફરજ પર હાજર થયા પછી તેઓએ પોતાના વતનમાં સામાન લેવા જવા માટે વાત કરતા બીએચઓ ડો. દીપક ડાયાભાઈ દુલેરાએ મંજૂરી આપી હતી. તે પછી આઠ દિવસ માટે પીએચસી ડોકટર પોતાના વતન ગયા હતા.

ત્યાંથી પરત આવ્યા પછી ડો. દુલેરાએ ગેરહાજર દિવસોનો પગાર જોઈતો હોય તો ચાર દિવસનો પગાર એટલે કે રૂૂ. 5 હજાર આપવા પડશે તેમ કહેતા ડો. દીપક ડાયાભાઈ દુલેરા સામે એસીબી જામનગરમાં ફરિયાદ કરાઈ હતી. આ પછી તા.13-9-11ના દિને છટકુ ગોઠવી એસીબી સ્ટાફે ડો. દુલેરા વતી રૂૂ. પ હજાર સ્વીકારનાર કલ્પેશ ભૂપેન્દ્રભાઈ દેસાઈ ને ઝડપી લીધો હતો.

Advertisement

લાંચની રકમ સ્વીકાર્યા પછી કલ્પેશે ડો. દુલેરા ને તેની જાણ પણ કરી હતી. તત્કાલિન એસીબી પીઆઈએ બંને સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ખાસ એસીબી જજ એન આર જોષી ની અદાલતમાં ચાલી જતાં એપીપી હેમેન્દ્ર ડી. મહેતા એ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી ડો. દીપક દુલેરા ને એક વર્ષ ની કેદ ની સજા તથા રૂૂ.20 હજાર મા દંડ નો દંડ નો હુકમ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement