ગોપાલ સ્નેક્સ લિમિટેડનો બુધવારે ખૂલશે રૂા.650 કરોડનો IPO
આગામી બુધવારેને તા. 6ના રોજ પોતાની કંપની ગોપાલ સ્નેક્સ લિમિટિેડનો આઈપીઓ ખુલવાનો છે આ સંદર્ભે આજે કંપનીના ફાઉન્ડર મેનેજીંગ ડિરેક્ટર બીપીન હદવાણી સીઈઓ રાજ હદવાણી અને ચીફ ફાયનાન્સ ઓફિસર મુકેશ શાહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્થી વિગતો અપાઈ હતી.
આ તકે આઈપીઓ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિમિટેડ (કંપની) એ તેની પ્રારંભિક પબ્લિક ઓફર માટે દરેક રૂૂ. 1 ની મૂળ કિંમતના ઈક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂૂ. 381 થી રૂૂ. 401 પ્રતિ ઈક્વિટી શેર નિર્ધારિત કરી છે. કંપનીનું પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ અથવા ઓફર") ભરણા માટે બુધવાર, 06 માર્ચ, 2024ના રોજ ખુલશે અને સોમવાર, 11 માર્ચ, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 37 ઈક્વિટી શેર અને તેથી વધુમાં 37 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે. આ સમગ્ર ઈસ્યુ ઓફર ફોર સેલનો છે અને તેની ફુલ રકમ રૂૂ. 650 કરોડ જેટલી થાય છે.
ગોપાલ સ્નેક્સ લિમિટેડ (કંપની) પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ એથનિક સ્નેક્સ, વેસ્ટર્ન સ્નેક્સ તથા અન્ય પ્રોડક્ટ્સ ઓફર કરતી એક ફાસ્ટ મુવિંગ ક્ધઝયુમર ગુડ્ઝ કંપની છે. તેની સ્થાપના 1999માં એક ભાગીદારી પેઢી તરીકે કરવામાં આવી હતી અને એ પછી 2009માં તેની કંપની તરીકે નોંધણી કરાઈ હતી.
કંપની પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સની એક વિશાળ શ્રેણી ઓફર કરે છે અને તેમાં નમકીન તથા ગાંઠિયા જેવા એથનિક સ્નેક્સ, વેફર્સ જેવા વેસ્ટર્ન સ્નેક્સ, એક્સટુડર સ્નેક્સ અને સ્નેક પેલેટ્સ તથા પાપડ, તેજાના - મસાલા, બેસન (ચણાનો લોટ), નૂડલ્સ, રસ્ક અને સોન પાપડી જેવા સેમિ-પેરિશેબલ ફાસ્ટ મુવિંગ ક્ધઝયુમર ગુડ્ઝનો સમાવેશ થાય. 30 સપ્ટેમ્બર, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલીઓમાં 84 પ્રોડક્ટ્સ અને 276 એસકેયુઝનો સમાવેશ થતો હતો અને તે રીતે કંપની ગ્રાહકોની વિવિધ સ્વાદ તથા પસંદગી મુજબની જરૂૂરતો પુરી કરે છે. કંપનીએ પોતાની ઉપસ્થિતિ સમગ્ર ભારતમાં સ્થાપિત કરી છે અને તેની પ્રોડક્ટ્સ દસ રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના મળી કુલ 523થી વધુ સ્થળોએ વેચાણો ધરાવે છે. કંપનીના વિતરણ નેટવર્કમાં ત્રણ ડેપો તથા 617 ડિસ્ટ્રિબ્યુટર્સનો અને 741 કર્મચારીઓની બનેલી સેલ્સ તથા માર્કેટિંગ ટીમનો સમાવેશ થાય છે.