For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગૂગલ ખાવાની ના પાડે છે, મોબાઈલની લતમાં યુવતીનો આપઘાત

01:19 PM Mar 11, 2024 IST | Bhumika
ગૂગલ ખાવાની ના પાડે છે  મોબાઈલની લતમાં યુવતીનો આપઘાત

શહેરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો તમારા ઘરમાં કોઇ વધુ પડતો મોબાઇલ વાપરતો હોય તો તમારે આ કિસ્સો વાંચવો જોઇએ. સુરતમાં મોબાઈલની લતમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મોબાઇલ ફોનની કુટેવ ધરાવતી 20 વર્ષીય વિશાખા રાણા નામની યુવતીએ આપઘાત કરી લીધો છે.

Advertisement

આ યુવતી બે મહિનાથી ડિપ્રેશનમાં રહેતી હતી. તે પરિવારને જણાવતી હતી કે, મને ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગુગલ કહે છે મરી જા. જો એને મંદિર લઇ જાય તો ત્યાં પણ મોબાઈલ દેખાતો હોવાનું કહેતી હતી. યુવતીની માનસિક સારવાર પણ ચાલતી હતી. તે ગુગલમાં જોઇને ફેસની કસરત પણ કરતી હતી જેના કારણે તેનો ફેસ હલવા લાગ્યો હતો. જેથી તેને ડોક્ટર પાસે પણ લઇ જવામાં આવી હતી.

મૃતક યુવતીના ભાઇ વાસુ રાણાએ જણાવ્યુ હતુ કે, ગુગલ જોઇને મોંની કસરત કરતી હતી. જેથી એનો ફેસ હલવા લાગ્યુ હતુ એટલે અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા અને તેની દવા ચાલુ કરાઇ હતી.
15 દિવસ દવા કરીને ડોક્ટરે કહ્યુ કે, તેને ફેસ બરાબર જ છે. જે બાદ બહેનને અમે માનસિક ડોક્ટર પાસે લઇ ગયા હતા. બે મહિના અમે માનસિક ડોક્ટરની દવા કરી. ડોક્ટરે કહ્યુ હતુ કે, બધુ બરાબર થઇ જશે. પણ એ મોબાઇલ બહું જોતી હતી. જોકે, અમે મહિનાથી અમે તેને મોબાઇલ આપવાનું પણ બંધ કરી દીધો હતો.

Advertisement

આ સાથે તેણે એમ પણ જણાવ્યુ કે, તે સવારે કારખાને નોકરી પર પણ ગઇ હતી. મમ્મી પણ તેની સાથે જ હતી. એ લોકો આવી ગયા અને હું 6.30 કલાકે હું પણ ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે, બહેન ફાંસો ખાઇ ગઇ છે. જેથી અમે બધા તેને રિક્ષામાં લઇને ડોક્ટર પાસે દોડ્યા પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement