ખેલૈયાઓ માટે ખુશખબર, આગામી 4 દિવસ છૂટાછવાયા ઝાપટાં સિવાય વરસાદ નહીં પડે
ગુજરાતની આગવી ઓળખ સમા ગરબા મહોત્સવનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે નવરાત્રીમાં ગરબે ધુમવા થનગનતા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીના તહેવારો દરમિયાન વરસાદ વિધ્ન ખાસ નડે તેમ નથી.
જો કે, રેકોર્ડબે્રક વરસાદ બાદ પણ અસહય બફારાએ ખેલૈયાઓની ચિંતામા વધારો જરૂર કર્યો છે.
હવામાન વિભાગે જણાવ્યા મુજબઆજે 4 ઓક્ટોબરવનાં રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 5થી 7 ઓકટોમબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયો વરસાદ પડી શકે છે. આજે ગીર સોમનાથ, અમરેલીમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં સામાન્ય વરસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં સામાન્યથી કે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે.