રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુડગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે: મુખ્યમંત્રી

05:04 PM Dec 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મુખ્યમંત્રીના હસ્તે મહાપાલિકાના 793 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા ભૂપેન્દ્રભાઇ પટેલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે આજ તા.13/12/2024, શુક્રવારના રોજ બપોરે 12:45 કલાકે વોર્ડ નં.2માં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટી.પી. સ્કીમ નં.32(રૈયા)મા નિર્માણ કરેલ અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂૂ.569.19 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂૂ.224.26 કરોડના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત, રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 ઇઇંઊં ના 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઊઠજ-2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સી.એન.જી. ફ્યુઅલ આધારિત 22 નવી બસ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે નવા ખરીદ કરવામાં આવેલ 7 નવા જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (ફ્લેગ ઑફ) કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના લોકાર્પણ-ખાતર્મુહુત પ્રસંગે વિશ્વનેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે વિકાસની રાજનીતિનો નવો ઈતિહાસ રચ્યો છે તેમના દિશા દર્શનમાં વિકસેલી આ રાજનીતિને ગુજરાતની જનતા જનાર્દનએ ડિસેમ્બર 2022માં ઐતિહાસિક જનાદેશ આપીને અમને જન સેવાની વધુ એક તક આપી.

એ જનસેવાની પાછલા બે વર્ષમાં આપણી આ ડબલ એન્જીન સરકારે સેવા સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યબદ્ધ રહીને પુરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે. આ સરકારની સફળતા સૌના આશીર્વાદથી ગઈકાલે 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુડ ગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે. ગુજરાતનું બજેટ વધાર્યું જેનાથી વિકાસ સતત વધતો રહે છે. એક જ દિવસમાં કરોડોના વિકાસના કામો અને એ પણ ક્વોલિટી કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવે છે. રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટને જુદા જુદા વિકાસના કામો માટે મહત્તમ ગ્રાંટ ફાળવેલ છે. શહેરમાં ભવિષ્યમાં ઉભી થનાર જરૂૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે વર્ષ 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે.

સિટી ડેવલપમેન્ટ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આપને વિકસિત ગુજરાત 2047 માટે સુંદર આયોજન કર્યું છે. રાજકોટ પણ તેમાનું એક શહેર છે. શહેરમાં વસતા ગરીબ અને જરૂૂરિયાતમંદ લોકોને પોતાનું ઘર મળે તે માટે નરેન્દ્રભાઈ મોદીએ સંપૂર્ણ સુવિધા સાથેની પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 14 લાખ આવાસોના નિર્માણ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે. એમાં પણ રાજકોટનો લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશનો આઇકોનિક અને નરેન્દ્રભાઈ મોદીનો પ્રિય પ્રોજેક્ટ છે. આજે રાજકોટમાં વધુ 1220 આવાસોનો ડ્રો થયો છે. લોકોને પોતાના સ્વપ્નાનું ઘરનો લાભ પ્રાપ્ત થવાનો છે તેવા સૌ લાભાર્થી ભાઈઓ-બહેનો સૌને શુભેચ્છાઓ પાઠવું છું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક પરિવહન હળવું થાય તે માટે 22 નવી સી.એન.જી. બસના લોકાર્પણથી રાજકોટની જનતાને વધુ સારી પરિવહન સેવા મળશે. આજે દેશભરમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. આપણે સ્વચ્છતાને અપનાવીએ, વૃક્ષો વાવીએ, વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અને ખરા અર્થમાં વિકસિત ભારતમાં સહયોગી બનીએ.
આ કાર્યક્રમમાં માન.મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, સૌ પ્રથમ આજે જે લોકોને પોતાનું ઘરનું ઘર ડ્રો દ્વારા પ્રાપ્ત થવાનું છે તેવા સૌ આવાસ યોજનાના લાભાર્થી ભાઈઓ-બહેનોને હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. દરેક મનુષ્ય માટે રોટી, કપડા અને મકાન આ ત્રણ પોતાના જીવનની મૂળભૂત જરૂૂરિયાત છે.

આ જરૂૂરિયાત પૂરી કરવા વિશ્વનેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર આમ ડબલ એન્જિનવાળી સરકાર સતત ચિંતા કરી રહી છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવાર માટે રાજકોટ શહેરમાં 33,000 આવાસોનું નિર્માણ કરી, જરૂૂરિયાતમંદ પરિવારોને તેની ફાળવણી કરવામાં આવી છે. આ ટાઉનશીપમાં મકાનની સાથોસાથ ગેસની તથા પાણીની પાઈપલાઈન, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, બાલક્રીંડાગણ સહિતની અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ.

સ્ટેજ પર સાંસદ ‘પૂર્વ’ થઇ જતા ભૂલાયા, ભારે ‘આગ્રહ’થી બોલાવી બેસાડયા

આજે છખઈના રૂા. 793.45 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાપર્ણ પ્રસંગે મુખ્યમંત્રી સાથે સ્ટેજ પર રાજકોટ શહેરના તમામ ધારાસભ્યો ઉપરાંત ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશી, પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા, સાંસદ પરસોતમ રૂપાલા, મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં મોરબીના પૂર્વ સાંસદ મોહન કુંડારીયા સ્ટેજ પર નહીં પરંતુ કોર્પોરેટરો સાથે નીચે બેઠા હતા. સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરની નજર મોહન કુંડારીયા પડતા તેણે સ્ટેજ પર જાહેરાત કરાવી ‘પૂર્વ’ સાંસદને ભારે ‘આગ્રહ’થી બોલાવીને રાજકોટ કલેકટરની બાજુમાં ખુરશી નાખીને બેસાડી દીધા હતા.

Tags :
CM Bhupendra Patelgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement