For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ યુકો બેંકના મેનેજરને શૂરાતન ચડ્યું: અરજદારને મારવા દોડ્યા

11:57 AM Mar 28, 2024 IST | Bhumika
ગોંડલ યુકો બેંકના મેનેજરને શૂરાતન ચડ્યું  અરજદારને મારવા દોડ્યા
  • આગેવાનોએ મેનેજરની દબંગગીરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી

ગોંડલનાં વછેરાનાં વાડા પાસે આવેલી યુકો બેંકનાં મેનેજરે અરજદારને ઝીરો બેલેન્સથી ખાતુ ખોલવાની ના કહી તોછડાઇ કરતા અને અરજદારે દલીલ કરતા મેનેજર ઉગ્ર બની મારવા દોડતા બેંક માં હોબાળો મચી ગયો હતો.બનાવ નાં પગલે આગેવાનો દોડી જતા અને મેનેજરની ઉદ્ધતાઇ અંગે બેંક નાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા દબંગ મેનેજરની શાન ઠેકાણે આવી હતી. દરમિયાન મેનેજરની દબંગગીરીનો વીડીયો વાયરલ થતા ચકચાર જાગી હતી. પ્રધાનમંત્રી યોજના સહિત અનેક યોજનાઓ માં બેંક વ્યવહાર કરતા લાભાર્થીઓ ને કેટલીક બેંક દ્વારા સહકાર મળતો નાં હોય અને ઉદ્ધત વતનનો ભોગ બનવો પડતો હોય છે. ગોંડલનાં દિપકભાઇ સોલંકીને સરકારી યોજના અંતર્ગત ઝીરો બેલેન્સ થી યુકો બેંકમાં ખાતુ ખોલાવવું હોય દેવીપુજક સમાજ નાં આગેવાન રવિભાઈ સોલંકીને સાથે લઈ બેંક માં ગયા હતા.જ્યાં મેનેજર શ્યામલાલ ગુર્જરે ખાતુ નહી ખુલે તેવું કહેતા રવિભાઈ સોલંકીએ દલીલ કરતા મેનેજર ઉશ્કેરાઇ ગયા હતા અને બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.દરમિયાન ક્રોધે ભરાયેલા મેનેજર શ્યામલાલ ગુર્જર પોતાની ખુરશી પરથી ઉભા થઈ રવિભાઈ તથા દિપકભાઇને મારવા દોડતા મામલો બિચક્યો હતો.અને બેંક સ્ટાફ ને વચ્ચે પડવું પડ્યુ હતુ.

Advertisement

બનાવ અંગે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, પુર્વ પ્રમુખ મનસુખભાઇ સખીયા ને જાણ થતા તેઓ યુકો બેન્ક દોડી ગયા હતા.પરંતુ ગરમ બનેલા મેનેજરે આગેવાનોને પણ નહી ગણકારતા બેંક નાં મુખ્ય અધીકારી, ડેપ્યુટી કલેકટર તથા કલેકટર કક્ષાએ મેનેજર નાં અડીયલપણાં અંગે રજુઆત કરતા અધિકારીઓ એ મેનેજર ને શાન માં સમજી જવા શીખામણ આપતા ઝીરો બેલેન્સ થી ખાતા ખુલવા લાગ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement