રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ નાગરિક બેંકની કાલે ચૂંટણી: બન્ને પક્ષે કાંટે કી ટક્કર જેવી લડાઈ

12:11 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગોંડલ નાગરિક બેંકનાં ડીરેકટરોની ચુંટણી તા.15 રવિવારનાં યોજાનાર છે.ત્યારે ગોંડલ નું રાજકારણ ગરમાયું છે. નાગરિક બેંકની ચુંટણી સામાન્ય ગણાતી હોય છે. પણ ગોંડલમાં ચુંટણીને લઈને ધારાસભા ની ચુંટણી જેવો માહોલ ગરમાયો છે.બેંકની ચુંટણી વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. તો સામા પક્ષે પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ બહુમત હાંસીલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય રાજકીય ઉતેજના ફેલાઈ છે.આગામી રવિવારનાં નાગરિક બેંકની ચુંટણી યોજાઇ રહીછે.પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની રાહબરી હેઠળ ભાજપ પ્રેરીત પેનલ ચુંટણી લડી રહી છે. સામા પક્ષે કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈની આગેવાની હેઠળ નાગરિક સહકાર સમિતીની પેનલ ચુંટણી લડી રહી છે.

નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને તેની પેનલ દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષમાં બેંકનાં વિકાસ અને પ્રગતિની ગવાહી અપાઇ રહી છે. તો સામા પક્ષે વર્તમાન સતાધીશો નાં સાશન નાં છીંડા શોધી લોકો સમક્ષ રજુ કરાઇ રહ્યા છે.જેને લઈનુ ચુંટણીનો માહોલ હાઇવોલ્ટેજ સમો બનવા પામ્યો છે.સામાન્ય રીતે બેંકની ચુંટણીની ખાસ નોંધ સુધ્ધા લેવાતી હોતી નથી. પરંતુ ગોંડલની રાજકીય તાસીર હમેંશા ગરમ રહીછે.ત્યારે શહેરમાં મોટા હોર્ડિંગ, ચોપાનીયા,અને જાહેરસભા સાથે ડોર ટુ ડોર નો પ્રચાર ચાલી રહ્યો હોય બન્ને પક્ષે ચુંટણી નું કેટલુ અને કેવુ મહત્વ છે.એ સાબીત થઈ રહ્યુ છે. બેંકનાં વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે આ ચુંટણી એસિડ ટેસ્ટ સાબીત થશે. 58000થી વધુ સભાસદો ધરાવતી નાગરિક બેંકમાં સભાસદો પએક દિન કા સુલતાન બની સતાનો તાજ કોને પહેરાવશે તે કહેવુ અકળ ગણાશે.

ચૂંટણીમાં મતદાન સમયે કાયદો વ્યવસ્થા જાળવવા માંગ
ગોંડલમાં બહુ ચર્ચિત બનેલી નાગરિક બેંકની ચુંટણી તા.15 રવિવારનાં યોજાનાર છે. ત્યારે મતદાન સમયે અરાજકતા સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાએ પુરો બંદોબસ્ત જાળવવા જીલ્લા પોલીસ વડા ઉપરાંત ડીવાયએસપી તથા પીઆઇને રજુઆત કરી છે. અપક્ષ ચુંટણી લડી રહેલા પ્રતિપાલસિંહ ઝાલાએ રજુઆત માં જણાવ્યું કે કેટલાક ઉમેદવારોની મીલીભગતથી વાતાવરણ ડહોળાયુ છે અને ઘર્ષણ થઈ શકે છે. વધુમાં બાહુબલીઓ ચુંટણી લડતા હોય મતદાન મથકે અરાજકતા સર્જાવાની દહેશત હોય ન્યાયિક પણે ચુંટણી યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા રજુઆત માં જણાવાયુ છે.

Tags :
Gondal Nagrik BankGondal Nagrik Bank electionsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement