રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કારખાનામાંથી રૂા.23.55 લાખના એલ્યુમિનિયમના સળિયાની ચોરી કરનાર ગોંડલનો શખ્સ ઝડપાયો

05:32 PM Dec 13, 2023 IST | Bhumika
Advertisement

સ્વાતિ રોડ પર આવેલા કૈલાસ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત કારખાનાનું શટરનું તાળું તોડી તસ્કરો કારખાનાની અંદર ઘોડામાં રાખેલા રૂૂા. 23.55 લાખની કિંમતનું 9 ટન જેટલા એલ્યમિનિયમના સળિયા ચોરી ગયાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે આજીડેમ પોલીસે ગોંડલના શખ્સને પકડી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ આદરી છે.

Advertisement

વધુ વિગતો મુજબ,મવડી મેઈન રોડ પર અલ્કા સોસાયટી શેરી નં.8માં રહેતા અને સ્વાતિ રોડ પર કૈલાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.2માં એમ.કે. મેટલ નામનું કારખાનું ભાગીદારીમાં ચલાવતા અજયભાઈ રસિકભાઈ ચોવટીયા (ઉ.વ.27)એ પોલીસને જણાવ્યું કે,ગઇ તા.11ના રાત્રે તે અને તેના બંને ભાગીદાર કશ્યપભાઈ રાજેશભાઈ ચોવટીયા અને નિકુંજભાઈ મનસુખભાઈ ચોવટીયા કારખાનું બંધ કરી ઘરે નીકળી ગયા હતાં. આજે સવારે તે કારખાને આવતાં કારખાનાના શટરમાં મારેલું તાળુ તૂટેલું જોવામાં આવ્યું હતું. ચોરી થયાનું જણાતા કારખાનાની અંદર જઈ તપાસ કરતાં કારખાનાની અંદર માલસામાન રાખવા માટે બનાવેલા ઘોડામાં રાખેલો જૂના એલ્યુમિનિયમના સળિયા જોવામાં આવ્યા ન હતાં.આથી તેણે તેના બંને ભાગીદારને ફોન કરી જાણ કરી હતી. તસ્કરો રૂૂા. 23.55 લાખની કિમતનો જૂના અને નવા એલ્યુમિનિયમના સળિયા મળી રૂૂા. 23.55 લાખની કિમતનાં 9 ટન જેટલો સામાન ચોરી કરી ગયા હતા. આજી ડેમ પોલીસે અજયભાઈની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ડી સ્ટાફના પીએસઆઇ અમરદીપસિંહ પરમાર અને સ્ટાફે આજીડેમ વસાહતમાં રામનાથ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગોંડલના પ્રિન્સ નિલેશભાઈ ડોબરીયાને પકડી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ આદરી છે.

બનાવ અંગે પોલીસે વધુ તપાસ કરતા ફરિયાદીના ભગીદારનો મિત્ર પ્રિન્સ અવાર-નવાર કારખાને આવતો હતો. જેથી તેમણે ચોરી કરી હોવાનો સી.સી.ટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થતા તેને ઝડપી લઇ પૂછપરછ કરતા પોતે એલ્યુમિનિયમનો સામાન રામનાથ ઇન્ડસ્ટ્રીઝમાં વેચવા જતો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsstealing aluminum rod
Advertisement
Next Article
Advertisement