ગોંડલ નાગરિક બેંકના ડિરેકટરની ચૂંટણી રદ કરી કસ્ટોડિયન મૂકવા માંગ
ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેકટરોની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીએ જોહુકમી ચલાવી હોય અને સભાસદોએ હાઈકોર્ટમાં લીધેલા વાંધાને પણ ધ્યાને લીધા વિના થઈ હોય ચૂંટણી રદ કરી બેંકમાં કસ્ટોડિયન નિમવાની રાજ્યના રજીસ્ટ્રારને ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાએ રજૂઆત કરી છે.
આ અંગે સંબંધિત પ્રશ્ર્નોને નોટિસ આપવામાં આવશે કાર્યવાહી કરાશે તેમ રાજ્ય રજીસાટ્રારે જણાવ્યું છે. ગોંડલ નાગરિક સહકારી બેંકના સભાસદ અને ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા એ સ્ટેટ રજીસ્ટ્રારને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેકટરોની ગત તા.15-9-2024નાં રોજ યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે જે.બી. કાલરીયાએ પોતાની જો હુકમી ચલાવી ચૂંટણીની કાર્યવાહી કરી છે. આ ચૂંટણી પારદર્શક રીતે થઈ નથી. ચૂંટણી અધિકારી જીલ્લા રજીસ્ટ્રાર, સ્ટેટ રજીસ્ટ્રાર અને ગુજરાત હાઈકોર્ટના હુકમને ઘોળીને પી જઈ કાર્યવાહી કરી છે.
ચૂંટણી સહકારી કાયદાની કલમ (115) ડી મુજબ કરવાની હતી છતાં કાયદાની ઉપરવર જઈ ચૂંટણી કાર્યવાહી કરાઈ છે. સહકારી કાયદાની કલમ (115)ડી નું ઉલરંઘન કરી ને મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે 3718 મતદારોનો ઉમેરે કરી મતદાર યાદી બનાવી ભાજપના આગેવાનોને સીધી રીતે મદગારી કરી છે. આ 3718 મતદારોનો ઉમેરો કરી મતદાર યાદીમાં સમાવેશ કરવા સામે ગોંડલ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને એડવોકેટ યતિશભાઈ દેસાઈ એ હાઈકોર્ટના ગત તા.05/08/2024ના હુકમ મુજબ લેખિત વાંધો લીધો હોવા છતાં ચૂંટણી અધિકારી તરીકે જે.બી.કાલરીયા એ યતિશભાઈ દેસાઈની વાંધા અરજી નામંજુર કરી હાઈકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયા હતાં. 3718 ગેરકાયદેસર રીતે મતદારોનો ઉમેરો કરી તેમનું મતદાન કરાવી ગેરકાયદેસર છે.
ચૂંટણી કરી છે. જેની સામે આ ગેરકાયદેસર ચૂંટણીને બોર્ડ ઓફ નોમીની કોર્ટમાં પડકારતા જેમાં તા.20/08/2025નાં રોજ મુદત હતી. બેંકના ચૂંટણી અધિકારીએ (115) ડી મુજબના મતદારોની મતદાર યાદી બનેલ નથી તેવું જણાવેલ છે. જેથી આ ચૂંટણી ગેરકાયદેસર અને કાયદા વિરૂધ્ધની હોય તે રદ કરવા સ્ટેટ રજીસ્ટ્રારને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.બેંકની ચૂંટણી ગેરકાયદે રીતે થઈ હોય રદ કરવા અને બેંકમાં કસ્ટોડિયન નીમવાની માંગ કરાઈ છે.
સ્ટેટ રજીસ્ટ્રાર સમક્ષ અરજદાર આશિષભાઈ કુંજડિયાના એડવોકેટ તરીકે યતિશભાઈ દેસાઈએ જાતે હાજર રહી હાઈકોર્ટનો હુકમ રાજ્ય રજીસ્ટ્રારનો હુકમ તથા જિલ્લા રજીસ્ટ્રાર આ હુકમ બતાવી રજૂઆત કરતાં સ્ટેટ રજીસ્ટ્રાર પણ અચંબામા પડી ગયા હતાં તેમણે આ કેસ સંબંધિત પક્ષકારોને સાંભળવા નોટિસ કાઢવામાં આવશે તેમ જણાવ્યું હતું.હવે નાગરિક સહકારી બેંકના સત્તાધીશો અને ચૂંટણી અધિકારી તરીકે જે.બી.કાલરીયાની મીલી ભગત ખુલ્લી પડી જશે તેમ આશિષભાઈ કુંજડિયાએ અંતમાં જણાવ્યુ હતું.
