ગોંડલ ચીફ કોર્ટે મારામારીના કેસમાં આરોપીને દંડ અને ત્રણ વર્ષ કેદની સજા
ગોંડલ નાં ગુંદાળારોડ પર ગત તા.16 ડીસેમ્બર નાં કાલંભણીનાં દુધનો વ્યવસાય કરતા ચારણ ગઢવી પર ત્રણ શખ્સોએ લાકડી અને લોખંડનાં પાઇપ વડે હુમલો કરવાની ઘટનામાં અદાલતે ત્રણેય શખ્સોને કસુરવાન ગણી દંડ તથા ત્રણ વર્ષ ની કેદની સજા ફટકારી છે.પ્રાપ્ત વિગત મુજબ કાલંભણી ગામના અરશીભાઈ લાલજીભાઈ માલાણી ચારણ ગઢવી તા.16 ડીસેમ્બર 2020 ના રોજ પોતાની મહેન્દા ગાડી લઈને ગોંડલ દુધ આપી, પરત તેઓના ગામ જતા હતા ત્યારે બપોરના ગુંદાળા રોડ પર ખેડુત ડુંગળીના કારખાના પાસે પહોંચતા, ત્યા મોટર સાયકલો લઈને જેતપુર નાં રૂૂપાવટી ગામનાં કલીયાણ ઉર્ફે કિલાણ કરમણભાઈ નાકરાણી ગઢવી તેનો ભાઈ ગોવીંદભાઈ તથા જેતલસર ના દેવાયતભાઈ દેવજીભાઈ ગઢવી અને જામકા નાં નારણભાઈ દેવરાજભાઈ ગઢવી આડા ફરી તેઓના હાથમાં રહેલ કુંડળીવાળી લાકડીઓ તથા લોખંડના પાઈપથી અરશીભાઈ લાલજીભાઈને ડાબા હાથે તથા માથામાં તથા શરીરમાં માર મારતા ઇજાગ્રસ્ત હાલત માં હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે અરશીભાઈ એ ગોંડલ તાલુકા પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી.
જેની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.જી.જાડેજાએ કરી અને તેને આરોપીઓ ને પકડી કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરેલ. જે અંગે નો કેસ ગોંડલની ચીફ કોર્ટ ના જજ સાહેબ એમ.એસ.દવે ની કોર્ટમાં ચાલી જતા, ફરીયાદ પક્ષે લીધેલા સાક્ષી ઓ તથા ફરીયાદ પક્ષે સરકારી વકીલ જગદીશ એમ શખનપરાએ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના રજુ કરેલા જજમેન્ટો ધ્યાને લઈ તમામ આરોપીઓને ત્રણ વર્ષ ની તથા દંડ ની સજા કરવામાં આવેલ છે.