રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોનાની ચમક ઓસરી: સોની બજારમાં 60 ટકા ખરીદી ઘટી

11:55 AM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

સોનાના ભાવમાં સતત તેજી આવી રહી છે અને કિંમત ઐતિહાસિક સપાટીએ પહોંચતા રાજકોટની સોની બજારમાં ખરીદીનો ચળકાટ ઓસરી જતા ઘરાકીમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે. સોનાનો ભાવ હાલ રૂ.70,000 નજીક પહોંચી ગયો છે અને અત્યાર સુધીનો સૌથી વધારે ભાવ માનવામાં આવી રહ્યો છે અને વર્ષના અંત સુધીમાં પણ ભાવ આટલો જ રહેવાની ધરણા સોની વેપારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

Advertisement

રાજકોટની સોની બજારમાં 60 ટકા ખરીદીમાં ઘટાડો થયો છે. તે અંગે સોની વેપારીઓએ જણાવ્યુ હતું કે તેના માટે કેટલાક ફેકટરો જવાબદાર છે. જેમાં સતત વધતો ભાવ, માર્ચ એન્ડીંગ અને લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઇ હોવાથી લોકો એક સાથે મોટી રકમ સાથે લઇને નીકળતા મૂંઝવણ અનુભવતા હોય જેથી જરૂરિયાત નહીં હોવાથી હાલ ખરીદવાનું ટાળી રહ્યા છે.

વધુમાં સોની વેપારીએ જણાવ્યુ હતુ કે એપ્રિલ માસથી લગ્નગાળાની સિઝન શરૂ થવાની છે અને માર્ચ એન્ડીંગ પણ પૂર્ણ થશે અને જો ભાવમાં ઘટાડો આવશે તો ખરીદી નીકળશે નહીંતર લોકો અનિવાર્ય સંજોગો સિવાય ખરીદી કરવાનું ટાળશે અને જેના ઘરે લગ્નનો પ્રસંગ હશે તેઓ જરૂરિયાત મુજબની ખરીદી કરશે અને બિનજરૂરી ખરીદી ટાળશે. હાલ ખરીદી ઘટી ગઇ હોવાથી અને આચારસંહિતા હોવાથી સોની વેપારીઓ પણ માલ ઓછો મંગાવી રહ્યા છે.

સોનાના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ જોવા મળ્યા હતા. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 70 હજાર રૂૂપિયા પર પહોંચી ગઈ છે. એટલું જ નહીં માત્ર એક મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામ 6 હજાર રૂૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોનાનો આ અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. વર્ષ 2023માં સોનાના ભાવમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે સોનીનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂૂ. 54,867, જે વર્ષના અંતે (31 ડિસેમ્બર 2023) રૂૂ. 63,246 પ્રતિ 10 ગ્રામ. માત્ર એક વર્ષમાં સોનાની કિંમતમાં 16 ટકા એટલે કે 8,379 રૂૂપિયાનો વધારો થયો છે. બજારના નિષ્ણાતોના મતે આ વર્ષે સોનાના ભાવમાં વધુ વધારો થશે. અને વર્ષ 2024 ના અંત સુધીમાં 10 ગ્રામ સોનાની કિંમત 70 હજાર રૂૂપિયાને પાર કરી શકે છે.

વર્ષના અંતે ભાવ રૂપિયા 68,500 રહેવાનો અંદાજ
કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે અક્ષય તૃતીયા સુધી હાજર બજારમાં સોનાની કિંમત 68,500 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેવાનો અંદાજ છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મે, 2024 ના રોજ આવી રહ્યો છે. આ દિવસે સોનું કે સોનાના ઘરેણા ખરીદવું શુભ માનવામાં આવે છે. જો આપણે સોનાના વર્તમાન ભાવ પર નજર કરીએ તો ગુરુવાર 28 માર્ચ, 2024 ના રોજ, દિલ્હીમાં 24 કેરેટ સોનાની હાજર કિંમત 69,040 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ સંદર્ભમાં અક્ષય તૃતીયા સુધી, સોનાની કિંમતમાં લગભગ 500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અજય કેડિયાનું કહેવું છે કે તાજેતરના સમયમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં લાંબા ગાળે સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે આવશે અને ત્યાં સુધીમાં સોનાનો ભાવ 72 હજાર રૂૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી શકે છે. તેનું મુખ્ય કારણ છૂટક ખરીદી પર ભાર મૂકવાની સાથે સાથે સોનાની ખરીદી પર રિઝર્વ બેન્કનો ભાર છે.

ચાંદીના ભાવમાં પણ વધારો
ગઈકાલે ચાંદીના ભાવની વાત કરીએ તો તેમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજે ચાંદીનો ભાવ રૂપિયા 14 વધીને રૂપિયા74,011 પ્રતિ કિલોગ્રામ થયો હતો. જૂની કિંમત 73,997 રૂપિયા હતી. ચાંદીના ઓલ-ટાઇમ હાઈ વિશે વાત કરીએ તો, 4 ડિસેમ્બર, 2023ના રોજ ચાંદી રૂપિયા 77,073ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. પરંતુ 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમત 75 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. ગુરુવારે વૈશ્વિક સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર વૈશ્વિક સોનાનો વાયદો 0.13 ટકા અથવા 2.80 વધીને 2,215.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયો હતો. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં 2,196.81 ડોલર પ્રતિ ઔંસ પર ઝડપથી ટ્રેડ થઈ રહી છે. ચાંદીના વૈશ્વિક ભાવમાં ગુરુવારે વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ચાંદીનો વાયદો 0.03 ટકા અથવા 0.01 વધીને 24.76 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, ચાંદીની વૈશ્વિક હાજર કિંમત 24.68 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી દેખાઈ રહી છે.

એક વર્ષમાં વળતર 13 ટકા રહ્યું
સોનાના વળતરની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં સોના પરનું વળતર લગભગ 13 ટકા રહ્યું છે. કોમોડિટી ફર્મ IIFLના નિષ્ણાત અનુજ ગુપ્તા કહે છે કે નાણાકીય વર્ષ 2022-23ના અંતે સોનાની કિંમત 59,612 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 2023-24નું છેલ્લું ટ્રેડિંગ પણ આ અઠવાડિયે થવાનું છે અને આજે તેની હાજર કિંમત 69 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહી છે. જો આ રીતે જોવામાં આવે તો એક વર્ષમાં લગભગ 9,000 રૂપિયાનો વધારો થયો છે.

છેલ્લા ત્રણ દિવસમાં 984 વધ્યા
ફેડ દ્વારા જૂનથી રેટ કટની સાઇકલ ચાલુ થવા વિશે માર્કેટ અને ઍનલિસ્ટો આશાવાદી હોવાથી સોનામાં સતત તેજી વધી રહી છે. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 418 રૂૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો 130 રૂપિયા વધ્યો હતો. સોનાનો ભાવ સતત ત્રીજે દિવસે વધ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં 984 રૂૂપિયાનો વધારો નોંધાયો હતો.

Tags :
goldgold marketgold pricegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement