કર્મચારી રાજ્ય વીમા નિગમના સહાયક નિર્દેશક ભાવિના પટેલની વૈશ્ર્વિક સિદ્ધી
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની સહાયક નિર્દેશક ભાવિના પટેલે અમેરિકાના સ્પોકેન ખાતે આયોજિત આઈટીટીએફ વર્લ્ડ પેરા ઇવેન્ટ્સ માં દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે આઈટીટીએફ વર્લ્ડ પેરા એલિટ સ્પર્ધા માં સ્વર્ણ પદક તેમજ આઈટીટીએફ વર્લ્ડ પેરા ફ્યુચર ઇવેન્ટ ના મહિલા એકલ વર્ગ 4-5માં રજત પદક જીત્યો છે અને દ્વિગુણ સિદ્ધિ હાંસલ કરી છેમ.
આ ઐતિહાસિક સફળતાના પરિણામે પટેલે આઈટીટીએફ વર્લ્ડ પેરા રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં ડો. મનસુખ માંડવિયા, કેન્દ્રીય પ્રધાન (શ્રમ અને રોજગાર મંત્રાલય તેમજ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય) દ્વારા ગાંધીનગર ખાતે ભાવિના પટેલને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રામજીલાલ મીના, વીમા આયુક્ત તેમજ દેવાંશુ રાજ, સંયુક્ત નિર્દેશક અને ભારત ભૂષણ, સહાયક નિર્દેશક પણ ઉપસ્થિત રહ્યા હતા.મંત્રીએ ભાવિના પટેલને અભિનંદન પાઠવી તેમને ભવિષ્યમાં પણ ભારતનું નામ રોશન કરવા પ્રેરણા આપી અને આશા વ્યક્ત કરી કે તેઓ આગામી સ્પર્ધાઓમાં પણ પદક જીતશે. ભાવિના પટેલની આ સિદ્ધિ માત્ર કર્મચારી રાજ્ય વીમા નિગમ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.