બસપોર્ટના પરબ પરથી ગ્લાસ ગાયબ મુસાફરો ખોબેથી પાણી પીવા મજબૂર
રાજકોટનું એસ.ટી બસપોર્ટ વિવાદોનું કેન્દ્ર બન્યું છે. 175 કરોડના બનાવેલા બસ સ્ટેન્ડમાં ભર ઉનાળે પાણીના પરબમાં પાણી ના થઈ ગયા સર્જાયા હતા હાલ પાણીના પરબ પર છેલ્લા ત્રણેક માસથી પાણીના ગ્લાસ ગાયબ છે. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે અને એસ.ટી બસ પોર્ટ પર 80 હજારથી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. સૌરાષ્ટ્ર અને પુરા ગુજરાતમાંથી બસોની સતત અવરજવર રહે છે યાત્રિકોનો સતત ઘસારો રહે છે ત્યારે એસ.ટી બસ પોર્ટ માં સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ 175 કરોડના બસ પોર્ટ પર પ્લેટફોર્મ નંબર 22 અને કેન્ટીન તરફના આઠ નળ પૈકી તમામ નળ પરથી ગ્લાસ ગાયબ થઈ ગયા છે. રાજકોટ બસ પોર્ટ ઉપર અધિકારીઓની મોટી ફોજ પોતાની ઓફિસોમાં બેસે છે.
તેઓ ક્યારેક બસ પોર્ટ માં આટા ફેરા કરતા જોવા મળે છે. પરંતુ મુસાફરોને પડતી મુશ્કેલી અધિકારીઓ નજર અંદાજ કરે છે. સમગ્ર બસ પોર્ટ સીટી ફૂટેજ ની હેઠળ છે અને તેમ છતાં છેલ્લા ત્રણેક મહિનાથી આ બંને પાણીના પરબ પર મુસાફરોને પાણીના ગ્લાસ ન હોવાને પગલે મુસાફરોને ખોબા ભરી પાણી પીવું પડે છે અને આ ખોબા થી પાણી પીતા હોવાને પગલે પાણીનો બેફામ બગાડ થાય છે.
કરોડોના બસ સ્ટેન્ડ બનાવ્યા બાદ પાણીના પરબ પરથી ગાયબ ગ્લાસ તાત્કાલિક મૂકી દેવા ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર અને સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.ટી.આઈ ને હિતરક્ષક સમિતિ ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એ રજૂઆત કરી છે.