ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજજો આપો: સાંસદ ગેનીબેન
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર ગૌ માતાને રાષ્ટ્રીય માતા નો દરજ્જો આપવાની માંગણી ઉઠાવી છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશના લોકો, સંતો અને ગૌશાળા ટ્રસ્ટો બધા એક અવાજે આ માંગણી કરી રહ્યા છે. તેમણે ગુજરાત સરકારને કમ સે કમ રાજ્ય સ્તરે ગૌ માતા ને રાજ્ય માતા નો દરજ્જો આપવા અપીલ કરી છે.
ગેનીબેન ઠાકોરે કહ્યુ સમગ્ર દેશના લોકોની એક જ માંગ છે. સાધુઓ, સંતો અને ગાયોમાં માનનારાઓ, ગૌશાળાઓના ટ્રસ્ટીઓ, બધાની એક જ માંગ છે કે ગાયોને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો જોઈએ. જ્યારે મને લોકસભામાં બોલવાની તક મળી, ત્યારે મેં કહ્યું કે ગાયોને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો જોઈએ.
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ઓછામાં ઓછું ગુજરાત સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ. આ લોકોની માંગ છે અને આ માંગણી સાથે, હું પણ સંતો અને ગુજરાતના લોકો સાથે ઉભી છું જેઓ આ માંગ કરી રહ્યા છે આ મુદ્દા પર તેઓ એકલા નથી, પરંતુ સામાન્ય લોકો પણ તેમની સાથે ઉભા છે.