રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રેસકોર્સ રિંગ રોડ પર વાહનો રોકી યુવતીના નખરા

04:30 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આજના સોશિયલ મિડિયાના જમાનામાં યુવાનો અને યુવતીઓ રીલ્સ બનાવવાની ઘેલછામાં જાહેર રસ્તાઓ ઉ5ર વાહનો રોકી કે પૂર ઝડપે વાહનો ચલાવી જીવના જોખમે સ્ટંટ કરતા વીડિયો બનાવતા હોય છે ત્યારે શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર ટ્રાફીકથી ધમધમતા રોડ વચ્ચે એક યુવતી વાહનોને રોકી નખરા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે વીડિયોમાં હાથમાં મોબાઇલ રાખી એક યુવતી રસ્તા વચ્ચે જઇ ટુ વ્હીલર અને કાર આડે ઉતરી ડિસ્કો જેવા નખરા કરતી નજરે પડે છે. જે થોડા સમય બાદ રોડની સાઇડમાં પાર્ક કરેલું સ્કૂટર લઇ રવાના થઇ જાય છે ત્યારે રસ્તા વચ્ચે નખરા કરતી યુવતીનો વીડિયો ત્યા હાજર, લોકોએ ઉતારી લઇ વાયરલ કર્યો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement