For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમી સાથે તકરાર થતાં પ્રેમિકાએ ઝેરી દવા પી કરેલો આપઘાત

04:40 PM Jul 17, 2024 IST | Bhumika
પ્રેમી સાથે તકરાર થતાં પ્રેમિકાએ ઝેરી દવા પી કરેલો આપઘાત
Advertisement

વંથલીના બટિયા ગામની ઘટના: મામલતદાર સમક્ષ ડી.ડી.નોંધાવતી વખતે જ યુવતીએ દમ તોડયો

વંથલી તાલુકાના બટીયા ગામે રહેતી શ્રમિક યુવતીને પ્રેમી સાથે તકરાર થતા ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ દાહોદ પંથકના વતની અને હાલ વંથલી તાલુકાના બટીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા પરિવારની કૈલાશબેન ઓવનભાઈ ભુરીયા નામની 18 વર્ષની યુવતી ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં કૈલાશબેન ભુરીયા ત્રણ ભાઈ છ બહેનમાં વચ્ચેટ હતી અને બટીયા ગામે જ મંદિરમાં કામ કરતા દાહોદ પંથકના અનિલ નામના યુવક સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને પ્રેમ સંબંધમાં બંને વચ્ચે તકરાર થતા કૈલાશબેન ભુરીયાને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેનાર યુવતીનું મામલતદાર ડી.ડી. નોંધી રહ્યા હતા ત્યારે યુવતીએ દમ તોડી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વંથલી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement