ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાખોટા તળાવમાં ઝંપલાવી યુવતીનો આપઘાત

12:00 PM Oct 16, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જામનગરમાં કાળવડનાકા બહાર રહેતી 21 વર્ષની એક યુવતીએ આજે સાંજે કોઈ આગમ્ય કારણોસર લાખોટા તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ફાયર બ્રેગેડે મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના કાલાવડ નાકા બહાર રહેતી એક યુવતીએ જામનગરમાં લાખોટા તળાવના પાણીમાં સાંજે 6.30 વાગ્યાના અરસામાં એકાએક પડતું મૂકી દીધું હતું.

આ વેળાએ લાખોટા તળાવની ફરજ પર હાજર રહેલા એક સિક્યુરિટી ગાર્ડએ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાનો કાફ્લો બનાવના ના સ્થળે પહોંચી ગયો હતો, અને યુવતીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનો મૃતદેહજ હાથ લાગ્યો હતો. જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી નું નામ નમીરાબેન મુસાભાઇ મકરાણી (ઉંમર વર્ષ 21) અને જામનગરમાં કાલાવડ નાકા બહાર ખોજાનાકા વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પોલીસ ઉડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

Tags :
gujaratgujarat newsjamnagarLakhota Lakesuicide
Advertisement
Advertisement