ગીરગંગા પરિવાર બનાવશે રતન તાતા સરોવર
રવિવારે શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં દાતાઓ-સંસ્થાઓ સમક્ષ વિચાર રજૂ કરાશે
ભારત દેશને સમૃદ્ધિમાં જેનો ખૂબ મોટી ફાળી છે અને હંમેશા દેશને સતત ચિંતા કરનાર અને વિશ્વમાં ભારત દેશનું ગૌરવ વધારવા હંમેશા તત્પર એવા દેશના મીઘરા રત્ન સમાન એવા પદ્મવિભૂષણની પદવી પ્રાપ્ત કરનાર દેશના મહાન, ટીચના ઉદ્યોગપતિ દીર્ઘદ્રષ્ટા આદરણીય રતન તાતા જેની ચીર વિદાય એ ન માની શકાય તેવી વાસ્તવિકતા છે. આવા ઉચ્ચકોટીના મહાન આત્માને શ્રધાંજલિ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવશે. જેમાં દેશની સમૃધ્ધીમાં મોટુ યોગદાન છે એવા દાતાઓ અને સમાજમાં રાત-દિવસ હમેશા સેવા માટે તત્પર હોઈ તેવી નામાંકિત સંસ્થાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ તા.20/10/2024, રવિવારને સાંજે 4:30 થી 5:30 વાગ્યે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, સુવર્ણભૂમિ ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનમાં પ્રકૃતિની રક્ષા થવાથી જીવ-જંતુ, પશુ-પક્ષી તેમજ માનવજાત માટે પાણી એક મહત્વનો ભાગ છે, તો તે પાણી બચાવવા માટે સ્વજનોની યાદમાં નાના-મોટા ચેકડેમ કે સરોવર બનાવી શકાય તેની પ્રેરણાના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રતન તાતાની કાયમી સ્મૃતિને જીવંત રાખવા દાતાના સહયોગથી રાજકોટમાં રતન તાતા સરોવરનું નિર્માણ કરવામાં આવશે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સબીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ ડેકોશ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી, સતીશભાઈ બેરા, મનીષભાઈ માયાણી, કિશોરભાઈ કાથરોટિયા, પ્રવીણભાઈ ભુવા, ગોપાલભાઈ બાલધા, અમુભાઈ ભારદીયા, ધીરુભાઈ રામાણી, મથુરભાઈ દેસાઈ, પરેશભાઈ જોષી, ભરતભાઈ ભુવા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ગાજીપરા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલિયા વગેરે આ કાર્યમાં જોડાયેલ છે.