ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયો
ગીર-સોમનાથ સુત્રાપાડામાં સમસ્ત કોળી સમાજ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ગીર-સોમનાથ સહિત રાજ્યભરમાં કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ માંધાતા પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ કોળી સમાજના અગ્રણી અને માંધાતા ગ્રુપના પ્રમુખ રામભાઈ ચૌહાણ તથા ઉપપ્રમુખ હરેશભાઈ કામળીયા દિનેશભાઈ વાજા સામતભાઈ વાજા સાદુરભાઈ કામળીયા વેરાવલ શહેર પ્રમુખ હિતેષભાઇ બારીયા, સુનીલભાઈ, દિવ્યેશભાઈ બામણીયા સંગઠન ના હોદેદારશ્રીઓ કાર્યકર્તાઓ યુવાનો ના માર્ગદર્શન હેઠળ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. મકરસંક્રાતિના દિવસ શહેરના રાજમાર્ગો ઉપર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી અને સુત્રાપાડા સોમનાથ પ્રભાસ પાટણ વેરાવલ ખાતે શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ ગીર-સોમનાથ સાંસદ રાજેશભાઇ ચુડાસમા સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સમસ્ત કોળી સમાજના પ્રમુખ ,ઉપપ્રમુખ નગરપાલિકા ના સદસ્યશ્રીઓ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ યુવાનો કાર્યકર્તાઓ સમાજ ના આગેવાનશ્રીઓ સહિત મોટી સંખ્યામાં માનવ મહેરામણ શોભાયાત્રા ઉમટી પડ્યું હતું.
માંધાતા ગ્રુપ ગીર-સોમનાથ પ્રમુખ રામભાઈ ચૌહાણ સભા સંબોધન મા જણાવેલ કે ભગવાન માંધાતા ને કૃપાથી સમાજ સંગઠિત થયો છે સામાજિક એકતા વધી રહી છે આજે વ્યાસનો ખૂબ ઓછા થયા સે સમાજ એક વિચાર સાથે આગળ વધતો જાય છે જેથી સામાજિક આર્થિક રાજકીય ક્ષેત્રે સમાજ મા ક્રાન્તિ આવી છે આવીજ રીતે સંગઠીત રહીએ તો આવનારો સમય કોળીસમાજ સુવર્ણ યુગ હશે બધા ક્ષેત્રે સમાજ આગળ હશે તેમ જણાવ્યુ હતુ.