For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જુગાર રમતા ચેતજો, પત્તા આરપાર જોઇ શકાય તેવા લેન્સ ઝડપાયા

06:01 PM Aug 08, 2025 IST | Bhumika
જુગાર રમતા ચેતજો  પત્તા આરપાર જોઇ શકાય તેવા લેન્સ ઝડપાયા

મોબાઇલની ખાસ એપ. મારફતે પત્તા બાટતા જ કોણ બાજી મારશે તેની જાણ થઇ જાય, ક્રાઇમ બ્રાંચ દ્વારા મોટા રેકેટનો પર્દાફાશ

Advertisement

લેન્સ, કેમિકલ યુકત પત્તા અને મોબાઇલ એપ્લીકેશન સહિત 2.70 લાખના મુદ્દામાલ સાથે વાવડીનો બાજીગર ઝડપાયો

શ્રાવણ માસમા ઠેર ઠેર નાના - મોટા જુગારનાં પાટ મંડાયા છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનાં બાજીગરો માટે આચકો આપે તેવા એક સમાચારો આવી રહયા છે . રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા વાવડી વિસ્તારમાથી એક શખસની ધરપકડ કરવામા આવી છે આ શખસ પાસેથી કેમીકલ યુકત 4ર60 નંગ ગંજીપાના ઉપરાંત સામા વાળાની બાજી જોઇ શકાય તેવા આધુનીક 7પ જોડી આંખમા પહેરવાનાં લેન્સ તેમજ સેન્સર યુકત 4 મોબાઇલ એપ. કે જેનાં દ્વારા પતા રમવા બેઠેલા બાજીગરોમાથી કોણ બાજી મારી જશે તેની આગોતરી ખબર પડી જાય તેવુ આધુનીક એપ. સહીત રૂ. 2.70 લાખનો મુદામાલ કબજે કરવામા આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી આ શખસ આ રેકેટ ચલાવતો હોવાનુ ક્રાઇમ બ્રાંચની તપાસમા બહાર આવ્યુ છે.

Advertisement

રાજકોટમા વાવડી વિસ્તારમા પુનીત નગર નજીક આકાર હાઇટસમા પ0ર નંબરનાં ફલેટમા રહેતો વિપુલ રમેશ પટેલ નામનો શખસ જુગાર રમવાનાં પતામા સેન્સર અને કેમીકલ વાળા પતા તેમજ પતાને આરપાર જોઇ શકાય તેવા લેન્સ સહીતનાં આધુનીક ઉપકરણો વેચતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચનાં ચેતનસિંહ ગોહીલ, ઉમેશભાઇ ચાવડા અને દીપકભાઇ ડાંગરને મળી હતી જેનાં આધારે વોચ ગોઠવી આ શખસની ધરપકડ કરવામા આવી હતી. તેની પાસેથી અલગ અલગ કંપનીનાં 4260 નંગ પાના જેની કિંમત રૂ. 2.13 લાખ ઉપરાંત 37પ00 નાં 7પ નંગ આંખમા પહેરવાનાં કોન્ટેકટ લેન્સ અને સેન્સર યુકત એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સહીત રૂ. 2.70 લાખનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો વિપુલ પટેલ પાસેથી કબજે કરેલ સેન્સર તેમજ કેમીકલ યુકત ગંજી પતા કે જેનો ઉપયોગ જુગાર રમવા માટે કરવામા આવે ત્યારે આ પતા સાથે ખાસ પ્રકારનાં કોન્ટેકટ લેન્સ પહેરવાથી પતાની આરપાર જોઇ શકાય અને જુગારનાં પટમા પતા બાટતાની સાથે કોણ બાજી મારશે તે આગોતરુ જાણી શકાય ઉપરાંત એક એપ. કે જે મોબાઇલમા ઇન્સ્ટોલ કર્યા બાદ જુગાર કલબમા કેટલા બાજીગરો રમવા બેઠા છે તે તેની વિગતો નાખ્યા બાદ કાનમા પહેરવાનાં ન દેખાય તેવા બ્લુટુથ મારફતે પતા બાટતાની સાથે કોણ બાજી મારશે તે મોબાઇલ એપ મારફતે આગોતરી જાણ થઇ જતી હતી.

આ રેકેટનો પર્દાફાશ થતા જુગારી આલમમા પણ ભારે ચર્ચા જાગી છે આ એન્ડ્રોઇડ એપ મોબાઇલમા ઇન્સ્ટોલ કરતાની સાથે જ મોબાઇલ ફોન સેન્સર વડે ગંજીપતાનાં તમામ પાના સ્કેન કરી જુગાર રમતી વખતે બાટવામા આવેલ તમામ બાજીઓમાથી કઇ બાજી સૌથી મોટી છે તેનો નંબર મોબાઇલ સ્ક્રીન તેમજ બ્લુટુથ સ્પીકરમા દર્શાવવામા આવી જતો હતો . આ નવતર પ્રકારનાં સોફટવેર તેમજ આધુનીક ઉપકરણો મારફતે જુગારની ગેરકાયદેસર પ્રવૃતીમા પણ બેઇમાની થતી હોવાનુ સામે આવ્યુ છે પોલીસે પણ આવી જુગારની ગેરકાયદે પ્રવૃતીમા થતી છેતરપીંડીથી ચેતતા રહેવા જુગારીઓને અપીલ કરવી પડી હતી.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ , એસીપી બી. બી. બસીયાની સુચનાથી પીઆઇ એમ. આર ગોંડલીયા, એમ. એલ. ડામોર , સી. એચ. જાદવનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી. બી. જાડેજા, કનકસિંહ સોલંકી, ગીરીરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.

છેલ્લા 1 વર્ષથી બાજીગરોને 30 હજારમાં લેન્સ અને એપ્લીકેશન વેચતો
પકડાયેલ વિપુલ પટેલની પુછપરછમા કેટલાક ચોકાવનારા ખુલ્લાસો થયા છે વિપુલ છેલ્લા 1 વર્ષથી આ આધુનીક જુગાર રમવાનાં ઉપકરણો વેચતો હતો મોબાઇલમા એપ માટે તે 1પ હજારથી લઇ 1 લાખ સુધીનો ચાર્જ લેતો હતો તેમજ એક લેન્સ તેમજ કેમીકલ યુકત પતા અને એપ સહીતનુ પેકેજ માટે બે લાખથી વધુ રકમ બાજીગરો પાસેથી લેતો હતો વિપુલ પાસે શ્રાવણ માસ અને ભીમ અગ્યારસનો જુગાર ખેલતા ખેલીઓ સંપર્ક કરતા હતા . વિપુલ આવા બાજીગરોને જરુરીયાત મુજબનાં ઉપકરણો આપતો હતો. કેટલાક જુગારીઓ કે જેઓ મોટી જુગાર કલબ ચલાવતા હોય તેમા પોતાનાં ખેલી માટે આ આધુનીક ઉપકરણોની વ્યવસ્થા કરી આપતા હોય જુગાર કલબમા પણ મોટા પાયે આવા ઉપકરણો અને પતાનો ઉપયોગ થયો હોવાનુ સામે આવી રહયુ છે ત્યારે પુછપરછમા મોટા ખુલાસા થઇ શકે છે.

પત્નીના નામે ક્રિએટીવ માર્કેટીંગ નામની પેઢીની આડમાં ઓનલાઇન વેપલો કરતો
બાજીગરો માટે આધુનીક ઉપકરણો અને કેમીકલ યુકત પતા વેચતો વિપુલ આ ઓનલાઇન રેકેટ ચલાવતો હતો દિલ્હી તેમજ અન્ય રાજયોમાથી ઓનલાઇન મોટા પાયે આ ઉપકરણો તે મંગાવતો હતો. વિપુલે પોતાની પત્નીનાં નામે વાવડી ખાતે ક્રિએટીવ માર્કેટીંગ નામની પેઢી ખોલી હતી . અને ઓનલાઇન આ ઉપકરણોનો વેપલો કરતો હતો જેમા તે જીએસટી સાથેનુ બીલ પણ આપતો હતો વિપુલે દિલ્હી, નેપાળ તેમજ શ્રીલંકામા આવા ઉપકરણો વેચાતા હોય તે અંગેની માહીતી એક જુગારી પાસેથી મેળવ્યા બાદ તેણે દિલ્હી જઇ આ ઉપકરણો વેચતા વેપારીનો સંપર્ક કરી અને રાજકોટમા પ્રથમ વખત આવા ઉપકરણો વેચવાનુ ચાલુ કર્યુ હતુ . મોટાભાગે ઓનલાઇન ઉપકરણો વેચતો હોય જેથી ખરીદદાર સાથેનો તેનો સીધો સંપર્ક થઇ શકતો ન હતો ચાલક વિપુલે આવા આધુનીક જુગારનાં ઉપકરણો વેચવા માટે પણ નવી તરકીબ અજમાવી હતી . પરંતુ આ તરકીબ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement