For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિફ્ટ સિટીને દારૂબંધીમાંથી મુક્તિને ઉદ્યોગજગતનો આવકાર, કોંગ્રેસનો વિરોધ

11:24 AM Dec 23, 2023 IST | Sejal barot
ગિફ્ટ સિટીને દારૂબંધીમાંથી મુક્તિને ઉદ્યોગજગતનો આવકાર  કોંગ્રેસનો વિરોધ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે. પ્રતિવર્ષ અબજોનો દારૂ પકડાય છે. છતાંય આ સવંદનશીલ મુદ્દે સરકાર સમજીને પગલા ભરે છે. ત્યારે ગિફ્ટ સીટીને દારૂબંધી માંથી મુક્તિ આપવાના સરકારનો બોલ્ડ નિર્ણય સામે આવકાર અને વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેનારા મુલાકાતીઓને દારૂૂના સેવનની છૂટ આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ઉદ્યોગજગતના લોકો આવકારી રહ્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે.
હિરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયા આ નિર્ણયને આવકારતા જણાવ્યુ કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે. ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકાર દ્વારા ઈન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જ્યાં આંતરરાષ્ટ્રીય વેપારની પણ છૂટ આપવામાં આવેલી છે. ત્યારથી બહારથી આવતા ટ્રેડર્સ માટે લિકર સેવન ઘણી સામાન્ય બાબત છે. પરંતુ ગુજરાતમાં પ્રોહિબિશન હોવાથી બહારથી આવનારાને થોડી મુશ્કેલી પડતી હતી. જો કે સરકારે હાલ ગિફ્ટ સિટી માટે લિકર સેવનની છૂટ આપતા ગિફ્ટ સિટીનો વિકાસ ત્રણ ગણો વધશે. આ સાથે સુરત ડાયમંડ બુર્સને લઈને પણ સરકાર આવી છૂટછાટ આપે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોેહિલ અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ કે દારૂૂબંધીને કારણે જ ગુજરાતમાં શાંતિનું વાતાવરણ છે અને વિકાસ પણ થયો છે. દારૂૂબંધીને કારણે જ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લગતા પ્રશ્નો ઓછા ઉદ્દભવે છે. એ સંજોગોમાં પાછલા બારણેથી દારૂૂની છૂટ આપવાના નિર્ણયને કથની કરણીમાં ફર્ક સમાન ગણાવ્યો. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂૂ વેચાતો હોવાનો અને હપ્તાખોરી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો. ત્યારે ગિફ્ટ સિટીમાં આડકતરી રીતે મંજૂરી આપીને દારૂૂ ખુલ્લેઆમ પરમિશન આપવાની દિશામાં સરકાર આગળ વધતી હોય તેવુ લાગી રહ્યુ છે. આજે ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે કાલે અન્ય જગ્યાએ આપવામાં આવશે. ચાવડાએ જણાવ્યુ કે ધીમે ધીમે પાછલા બારણેથી દારૂૂબંધીમાં દારૂૂની છુટી કરવા તરફ સરકાર આગળ વધી રહી છે.
ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ અને ટ્રેડર્સને લઈને આ નિર્ણય લેવાયો હોવા અંગે અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે શું દારૂૂની છૂટ હોય તો જ વિકાસ થાય. આટલા વર્ષોથી દારૂૂબંધી છે છતા વિકાસ તો થયો જ છે. ગુજરાતમાં આજે પણ અનેક જગ્યાએ લિકરની પરમિશન સાથેના આઉટલેટ છે જ અને મોટા પ્રમાણમાં પરમિટ પણ છે જ તો આખા એક વિસ્તારને નોટિફાઈડ કરવાની શું જરૂૂર છે. છૂટ આપવી હોય તો કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાં આપી શકાય. જે અનેક જગ્યાએ આપેલી પણ છે. પરંતુ આખા ગિફ્ટ સિટીના વિસ્તારને છૂટ અપાઈ છે. જેમાં ભવિષ્યમાં રેસિડેન્શ્યિલ વિસ્તારો પણ બનવાના છે. જેના કારણે અન્ય લોકોની અવરજવર પણ વધવાની છે ત્યારે તેના પર પણ આ નિર્ણયની બહુ મોટી અસર થશે.નોંધનીય છે કે, ભલે ગુજરાતમાં દારૂૂબંધી હોય અને ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવતું હોય, તેમ છતાં ગુજરાતમાં દારૂૂ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. અને તે પણ લીગલ એટલે કે કાયદામાં રહીને વેચાય છે. અમદાવાદમાં 2016-17માં 2.42 કરોડની આવક થઈ હતી, જે 2017-18માં થોડી ઘટીને 2.34 કરોડની થઈ ગઇ છે. સુરતમાં 2016-17ના વર્ષમાં દારૂૂનાં વેચાણ થકી 5 કરોડ 16 લાખની આવક થઈ હતી, જે 2017-18માં આ આંકડો સાડા પાંચ કરોડે પહોંચ્યો હતો. રાજકોટમાં 2016-17માં 1 કરોડ 87 લાખની આવક થઈ હતી, જે 2017-18માં 2 કરોડ 31 લાખની આવક થઈ હતી.

Advertisement

શું છે સરકારની જાહેરાત

શુક્રવારે ગુજરાત સરકારે દારૂૂને લઈને મોટી જાહેરાત કરી છે. માહિતી અનુસાર, ગુજરાત સરકારે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં હોટલ, રેસ્ટોરન્ટ, વાઈન એન્ડ ડાઈન ઓફર કરતી ક્લબમાં દારૂૂ પીવાની પરવાનગી આપી છે. ગુજરાત સરકારના આદેશ મુજબ ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને માલિકોને દારૂૂની ઍક્સેસ પરમિટ આપવામાં આવશે.દરેક કંપનીના અધિકૃત મુલાકાતીઓને તે કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં કામચલાઉ પરમિટ ધરાવતી આવી હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂૂ પીવાની પરવાનગી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.ગિફ્ટ સિટીમાં અથવા તેની આસપાસ આવેલી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લબ્સ વાઇન અને જમવાની સુવિધા એટલે કે ઋક3 લાઇસન્સ મેળવી શકશે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, સત્તાવાર રીતે સેવા આપતા કર્મચારીઓ અને ગિફ્ટ સિટીના સત્તાવાર મુલાકાતીઓ હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટમાં દારૂૂનું સેવન કરી શકે છે. જો કે હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટમાં દારૂૂની બોટલો વેચી શકાશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement