રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોમનાથ મહાદેવની ઘેરબેઠા બિલ્વપૂજા માત્ર રૂા.25માં

11:51 AM Jul 15, 2024 IST | admin
Advertisement

ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનામાં ભક્તો માટે ઓનલાઇન દર્શન-પૂજાનું આયોજન

Advertisement

શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી 30 દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. ચછ તથા ટ્રસ્ટ ની વેબસાઈટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે.

સ્ત્રમાત્ર 25₹ બિલ્વ પૂજા સેવાસ્ત્રસ્ત્ર.
અગાઉ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ 2023, અને મહાશિવરાત્રી 2024 પર ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવાસ્ત્રસ્ત્ર શરૂૂ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણે ઉત્સવોમાં 3 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.

પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર 25₹ ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂૂપે મોકલશે.

ગત શ્રાવણ માસમાં આ બિલ્વપુજા પ્રારંભ કરવામાં આવી હતી જેને ભાવિકોનો વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો. તમામ અપેક્ષાથી ઉપર જઈને દેશ ભરમાંથી 2.50 લાખથી વધુ ભક્તોએ આ બિલ્વપુજાઓ નોંધાવી હતી. અને શ્રી સોમનાથ ટ્રસ્ટે તમામ ભકતોની બિલવપુજાના યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ભક્તોને લાઈવ દર્શન કરાવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોના સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુજ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા.

જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતી પ્રસન્ન બન્યા હતા. ત્યારે શ્રાવણ 2024 પર સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર રૂા.25 બિલવપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા.12/07/2024થી શ્રાવણ માસની અમાસ 03/09/2024 ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ વિિંાંત://તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ/ઇશહદફઙજ્ઞજ્ઞષફ/ અથવા આપેલ ચછ કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.

Tags :
gujarat newsonlinefacilitysomnathcommunitysomnathnewssomnathtemple
Advertisement
Next Article
Advertisement