કોડીનારના ઘાંટવડ ગામે રૂા. 7 કરોડથી વધુની જમીન પરનું દબાણ દૂર કરતું તંત્ર
ખાંભાની તપોવન વિદ્યાલયે સ્વૈચ્છાએ દબાણ હટાવ્યું
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અંતર્ગત આજરોજ 15 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ 114116 ચો.મી. કિંમત આશરે રૂૂ. 7 કરોડ 4 લાખની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી. હજુ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે.
કોડિનાર તાલુકાનાં ચૌહાણ ની ખાણ ગામે બદાવડી- ઉમરાડી નામે ઓળખાતી સીમતળમાં તા.28 અને 29 ના રોજ 2600 ચો.મી. પરની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે જેની બજાર કિંમતની રૂૂ.52/- લાખ થવા જાઈ છે. સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે તપોવન વિદ્યાલય નો કુલ કબજો 14000 ચો.મી નો હતો જેમાં ગેરકાયદેસર 10297 ચોરસ મીટરનો અંદાજીત 2 કરોડ 5 લાખની કિંમતનું દબાણ કરેલ હતું . જે પૈકી તપોવન સ્કૂલ દ્વારા સ્વેચ્છાએ ગઈકાલે તા.28/08/2024ના રોજ 1050 ચોરસ મીટરનું અંદાજિત 21 લાખ રૂૂપિયાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ તેમજ આજરોજ 1180 ચોરસ મીટરનું અંદાજીત 23,60,000/- ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ છે. આમ કુલ 2230 ચો.મી. નું અંદાજીત 44,60,000/- ની કિંમતનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલ છે. તેમજ દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે.
આમ આજરોજ જિલ્લામાં કુલ 117896 ચો.મી. અને આશરે 7 કરોડ 80 લાખની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે.