ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાની સારવાર દરમિયાન બાળકનું મોત

12:18 PM Jul 20, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

જિલ્લાના બે શંકાસ્પદ બાળ દર્દીને દાખલ કરાયા પછી આજે વધુ બે શંકાસ્પદ દર્દીને દાખલ કરાયા બાદ એક બાળ દર્દીનું મોત

Advertisement

સમગ્ર ગુજરાત ભરમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, અને બાળ દર્દીઓમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોળ અને જામજોધપુર પંથકના બે બાળ દર્દીઓ કે જેઓને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી ગણીને દાખલ કરવામાં આવ્યા છે, અને બંનેના નામના મેળવીને પૃથકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન જામનગરની સરકારી હોસ્પિટલમાં અલગથી શરૂ કરાયેલા વોર્ડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બળ દર્દીઓને શંકાસ્પદ ગણીને દાખલ કરવામાં આવ્યા હતા.

જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની એવા એક બાળ દર્દીનું મૃત્યુ નીપજતાં હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ થઈ છે. હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ એવા ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે, જે તમામની સધન સારવાર ચાલી રહી છે.

Tags :
Chandipura virusdeathgujaratgujarat newsjamnagarjamnagarnews
Advertisement
Advertisement