For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી દવાનો અસલી કારોબાર, 1.75 કરોડનો જથ્થો જપ્ત

12:20 PM Feb 17, 2024 IST | Bhumika
નકલી દવાનો અસલી કારોબાર  1 75 કરોડનો જથ્થો જપ્ત

પૈસા કમાવવા માટે લોકો કોઈપણ હદ સુધી પહોંચી શકે. દર્દીઓનું આરોગ્ય સુધારવા માટે બનાવવામાં આવતી દવાઓમાં પણ મિલાવટ સામે આવી રહી છે. નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓ બેફામ ધમધમી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાંથી ફરી એકવાર બનાવટી દવાઓ બનાવટી ફેક્ટરી ઝડપાઈ છે. બનાવટી દવાઓના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Advertisement

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં બનાવટી દવા બનાવતી કંપની પર ચાંગોદરમાં દરોડા પાડવામાં આવ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી એન્ટિબાયોટિક્સ બનાવતી કંપની પર દરોડા પાડ્યા છે. દરોડા માં 1.25 લાખ કંપની માં થી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યની 11 દવાની દુકાનો પરથી 51 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય ષડયંત્રકાર તરીકે નરેશ ધનવાણીયા નું નામ આવ્યું સામે આવ્યું છે.

રાજ્યભરમાંથી દરોડામાં કુલ રૂૂ. 1.75 કરોડ વધુની કિંમતનો બનાવટી એન્ટિબાયોટીક દવાઓ સહીતનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતેથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો મોટો જથ્થો પકડાયો છે.

Advertisement

બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે. ફાર્માકેમ, મહારાજા હાઉસ, સેફ એક્ષપ્રેસની પાછળ, ચાંગોદર, અમદાવાદ ખાતે દિવ્યેશભાઇ જાગાણી નામના ઇસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઇપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી ટેબલેટ બનાવવાના જરૂૂરી મશીનો વસાવી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતેથી મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટીંગ પેઢીને બનાવટી-સ્પુરીયસ એન્ટીબાયોટીક્સ સહીતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા તંત્રની ટીમે ઝડપી પાડેલ અને તેઓને ત્યાંથી દવાઓના નમુના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકીંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે.

ડો. એચ. જી. કોશીયાએ ઉમેર્યુ કે મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટીંગ કંપનીના નરેશ ધનવાણીયાએ મે. પાઇકન ફાર્મા પ્રા. લી. ઈ/જ્ઞ. મેડીકામેન ઓર્ગેનીક્સ લી., હરીદ્વારના ઉત્પાદકના લાયસન્સ નંબર 88/યુએ/એલએલ/એસસી/પી-2022 અને એડ્રેસનો ઉપયોગ કરી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતે બનાવટી દવાઓ બનાવડાવી ભારતભરમાં બનાવટી દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન સાથે ચેડા કરી મોટુ કાવતરુ ઘડેલ છે તે પણ આ તંત્રની ટીમે પકડી પાડ્યું છે. આમ આ ષડયંત્રના મુખ્ય સુત્રધાર તરીકે નરેશ ધનવાણીયાનુ નામ બહાર આવ્યું છે અને તેઓની સામે પણ આ તંત્રએ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં ડો. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે સદર ઉત્પાદકની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યની લાયસન્સ ધરાવતી પેઢીના નામ અને લાયસન્સનો ઉપયોગ કરી માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના બિમાર વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કર્યું છે.આ દવામાં વપરાતા રો-મટીરીયલ, પેકીંગ મટીરીયલ, ફોઇલ, મશીનરી વગેરે ક્યાંથી મેળવેલ હતા, કઇ-કઇ માર્કેટીંગ કંપનીઓનું તેમજ અન્ય ઉત્પાદકોના લાયસન્સ વાપરી દવા બનાવી ગેરકાયદેસર રીતે વેચતા હતા તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આ દવાનું વેચાણ ક્યાં - ક્યાં અને કેટલા સમયથી થતું હતું તેની આગળની ગહન તપાસ આ તંત્રના અધિકારીઓ દ્વારા ચાલુ છે.

કઈ કઈ દવાઓના નમૂના લેવાયા

તંત્રની તપાસ દરમ્યાન એઝીથ્રોમાયસીન, સેફીક્ષીમ ડીસ્પર્સીબલ, એમોક્ષીસીલીન, પોટાશીયમ ક્લેવુલેનેટ, એસીક્લોફેનાક, પેરાસીટામોલ, સેરેસ્યીઓપેપ્ટીડેઝ ઘટક ધરાવતી ટેબલેટના ચકાસણી અર્થે અલગ અલગ કુલ 09 દવાઓના નમુના લઈ પૃથ્થકરણ વાસ્તે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement