20મીએ જનરલ બોર્ડ ; કોંગ્રેસ 10 વર્ષના કૌભાંડો બહાર કાઢશે
શહેરમાં રસ્તાઓ કયારે બનશે: શાસક પક્ષના કોર્પોરેટરે જ પ્રશ્ર્ન પૂછી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું
મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આગામી તા.20ના રોજ મળનાર છે. અગાઉ સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ 16 દરખાસ્તનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે. પ્રશ્ર્નતરી અંતર્ગત ભાજપના 13 અને કોંગ્રેસના 4 કોર્પોરેટરો દ્વારા 32 પ્રશ્ર્નો પૂછવામાં આવશે. પ્રથમ આઠ પ્રશ્ર્ન શાસક પક્ષના કોર્પોરેટરોના હોવાથી વિપક્ષી કોર્પોરેટરનો પ્રશ્ર્ન હાથ ઉપર લઇ શકાશે નહીં છતાં કોંગ્રેસી કોર્પોરેટર કોમલબેન ભારાઇ દ્વારા ભાજપના શાસનમાં દસ વર્ષમાં થયેલા કૌભાંડો અને કેટલા લોકો જેલ ભેગા થયા તેમજ કોર્પોરેટરો સામે અને અધિકારીઓ સાથે કયા પ્રકારના પગલા લેવાયાતે સહિતના મુદ્દે જનરલ બોર્ડમાં અધવચ્ચે પ્રશ્ર્ન પૂછી શાસક પક્ષને ઉશ્કેરવાનું કામ થશે. તેવુ લાગી રહ્યુ છે.
મનપાના જનરલ બોર્ડમાં શાસક્પક્ષના કોર્પોરેટરો દ્વારા થઇ ગયેલા કામો અને આવનાર સમયમાં કરવાના થતા કામોની વિગત માંગવામાં આવી છે. જેની સાથે પ્રજાને કાય લાગે વળગે તેમ નથી જેથી કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા શાસકપક્ષ અને તંત્રને ભેળવવાનો પ્રાયસ કરવામાં આવતો હોય તેમ કોંગ્રેસી કોર્પોરેટર કોમલબેન ભારઇ સાથે ત્રણ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યા છે.
જેમા રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ સાસન માં છેલ્લા 10 વર્ષ માં કેટલા કૌભાંડો થયા છે ? કેટલા લોકોને જેલભેગા કરવામાં આવ્યા છે? કેટલા કોર્પોરેટરો સામે પગલા લેવામાં આવ્યા છે ? કેટલા અધીકારીઓની સામે પગલા લેવામાં આવ્યા છે ? આ તમામ કૌભાંડો જનરલબોર્ડમાં જાહેર કરવામાં આવે. સીટીબસમાં ડ્રાઈવરો પુરા હોતા નથી, બસો સમયસર ચાલતી નથી, ડબલ શિફ્ટમાં ડ્રાઈવરો પાસે કામ લેવામાં આવે છે તો માનવાધિકારનું હનન થઇ રહ્યું છે, તંત્રને તથા વ્યવસ્થાપકને વ્યાપક ફરિયાદો મળેલ હોવા છતાં શા માટે કાર્યવાહી કરવામાં આવેલ નથી ? આ ગંભીર બાબતે કમિશ્નર સાહેબ તથા ઓથોરીટી કેમ ચિંતિત નથી ? હાલ કેટલી સિટીબસ કાર્યરત છે કઈ કઈ પ્રકારની ? તેમાં કેટલા ડ્રાઈવરો ખૂટી રહ્યા છે આજની તારીખ સ્થિતિનું લીસ્ટ આપવું, તમામના વીમા, લાયસન્સ, પી.એફ. સહિતની વિગત આપવી. કોન્ટ્રાક્ટર સામે શું પગલા લીધા તે સહિતના પ્રશ્ર્નો પૂછી શાસકપક્ષ અને અધિકારીઓને ભીળવવાનો પ્રયાસ કરવામાં આવે તેવુ લાગી રહ્યુ છે.
પ્રશ્ર્નોત્તરીની યાદી
સભ્યનું નામ પ્રશ્ન સંખ્યા
વર્ષાબેન રાણપરા 2
પરેશભાઈ આર. પીપળીયા 2
નરેન્દ્રભાઈ ડવ 2
રુચિતાબેન જોષી 1
નિલેશભાઈ જલુ 2
ડો. અલ્પેશભાઈ મોરઝરિયા 2
રસિલાબેન સાકરીયા 1
પ્રીતિબેન દોશી 1
કોમલબેન ભારાઈ 3
મગનભાઇ સોરઠિયા 1
હિરેનભાઈ ખીમાણિયા 2
ભારતીબેન પરસાણા 1
મિતલબેન લાઠીયા 1
વશરામભાઈ સાગઠિયા 3
મકબૂલભાઈ દાઉદાણી 3
ભાનુબેન સોરાણી 3
ડો. નેહલભાઈ શુકલ 2
કુલ 17 સભ્યોના 32 પ્રશ્ર્નો