કોર્પોરેશનનું 18મીએ જનરલ બોર્ડ, ગેરન્ટીવાળા રોડનો મુદ્દો સળગશે
કોંગ્રેસે ઈડબલ્યુએસના પ્લોટના હેતુફેરનો પ્રશ્ર્ન પણ પૂછ્યો
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 18 જાન્યુઆરીના રોજ યોજવા માટે એજન્ડા બહાર પાડવાાં આવ્યો છે.
નવા જનરલબોર્ડમાં કુલ 9 દરખાસ્ત રજૂ મંજુરી માટે રજુ કરવામાં આવી છે. જ્યારે પ્રશ્ર્નોતરી માટે નગરસેવકો અને અધ્યક્ષસ્થાનેથી મેયર દ્વારા પ્રશ્ર્નો રજૂ થાય તે બોર્ડમાં લેવામાં આવશે.
બોર્ડમાં રજુ થયેલા પ્રશ્ર્નોમાં મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં આવેલ કોમ્યુનિટી હોલને ‘શ્રી રંજનબેન રાવલ’ નામકરણ કરવા, ક્લાઈમેટ રેસીલી એન્ટ સિટિ એક્શન પ્લાન અંગે નિર્ણય લેવા, અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલયમાં કોર્પોરેશનના પ્રતિનિધિ મુકવા, સ્માર્ટ સીટીમાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવા માટે નિર્ણય લેવા, સ્માર્ટઘર-4 આવાસયોજનાના આવાસોની કિંમત નક્કી કરવા, વોર્ડ નં. 11માં મવડી સ્મશાનની આગળના ચોકનું નામ ‘કલ્પેશ સાગઠિયા ચોક’ નામકરણ કરવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે.
આ વખતે જનરલ બોર્ડ અંગે વિપક્ષ કોંગ્રેસના નગરસેવક વશરામ સાગઠિયાએ જણાવેલ કે, બોર્ડનો એજન્ડા બહાર પડ્યો તેની વિપક્ષને જાણ થાય નહીં તે માટે સેક્રેટરી વિભાગ રાજકારણ કરી રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા આ બોર્ડમાં ગેરંટી વાળા ડામર, અમલમાં આવેલી ટી.પી. સ્કીમોમાં ઈડબલ્યુએસના પ્લોટના હેતુફેર તેમજ કોર્પોરેશનની કેટલી સ્કૂલો ભાડાના મકાનોમાં ચાલે છેતે સહિતના પ્રશ્ર્નો રજુ કરવામાં આવનાર છે.