રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેનેડાના યુવકના લગ્નમાં મહેમાન બની આવેલો ગઠિયો રૂા.2.60 લાખની મતા ઉઠાવી ગયો

05:19 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

થોડા સમય પહેલા માધાપર નજીકના પાર્ટી પ્લોટમાં યોજાયેલા એક પરિવારના લગ્ન સમારોહમાંથી એક ગઠીયો લાખોની મત્તા ચોરી ગયો હતો.જે ગઠીયાની પોલીસને ઓળખ પણ મળી ગઈ હતી.પરંતુ આજ સુધી આ ગઠીયો પકડાયો નથી.તેવામાં આ પ્રકારની વધુ એક ઘટના બની છે.જેમાં કાલાવડ રોડ પર મેડ ફોર વીન પાર્ટી પ્લોટમાં યોજાયેલા કેનેડાના યુવકના લગ્ન સમારોહમાં મહેમાન બનીને આવેલા ગઠીયા રૂૂા.2.60 લાખની કિંમતની મત્તા ઉપરાંત પાસપોર્ટ ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે વીડીયો કેમેરાના શુટીંગ અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂૂ કરી છે.

Advertisement

મુળ અમદાવાદના મણીનગરના અને હાલ કેનેડામાં રહેતાં હર્ષદભાઈ ઓધવજીભાઈ મિસ્ત્રી (ઉ.વ.63)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ કેનેડા ખાતે પત્ની હસુમતીબેન, પુત્ર સૌરભ સાથે રહે છે.પુત્રી વૈભવીના લગ્ન થઈ ગયા છે.જે કેનેડા સાસરે છે.પુત્ર સૌરભના આજે મેડ ફોર વીન પાર્ટી પ્લોટમાં લગ્ન યોજાયા હતા.જેથી પરિવારના સભ્યો સવારે પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ બપોરે પાર્ટી પ્લોટના બેન્કવેટ હોલમાં લગ્નવિધીમાં પહોંચ્યા હતા.તેમની પુત્રી વૈભવીએ ભાઈને ગિફટ આપવા માટે અમદાવાદથી રૂૂા.95 હજારના પેન્ડન્ટ સાથેનો સોનાનો ચેન રૂૂા.80 હજારની કિંમતનો બીજો ચેન રૂૂા.15 હજારની કિંમતની ચાંદીની કંકાવટી ખરીદ કરી હતી.

આ બધા દાગીના ઉપરાંત રોકડા રૂૂા.70 હજાર,તેમનો અને પુત્રનો કેનેડાનો પાસપોર્ટ,તેમનું અને પુત્રનું આધારકાર્ડ વગેરે એક થેલામાં રાખ્યા હતા.જે થેલાને લગ્નમંડપની બાજુમાં આવેલા સોફા પર રાખ્યો હતો.લગ્નવીધી બાદ જોતાં આ થેલો જોવા મળ્યો ન હતો.થેલો નહીં મળતાં તાલુકા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે,પાર્ટી પ્લોટના સીસીટીવી કેમેરા હાલ બંધ હાલતમાં છે.વીડિયો કેમેરામાં તપાસ કરતાં ગઠીયો જોવા મળ્યો નથી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement