For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાડે કાર લેવાના કારસ્તાનમાં ઝડપાયેલો ગઠિયો 3 દી’ના રિમાન્ડ પર: પાંચ કાર કબજે

04:29 PM Aug 09, 2024 IST | Bhumika
ભાડે કાર લેવાના કારસ્તાનમાં ઝડપાયેલો ગઠિયો 3 દી’ના રિમાન્ડ પર  પાંચ કાર કબજે
Advertisement

કારના ગુનામાં રિમાન્ડ પૂરા થયા બાદ 50 લાખની છેતરપિંડીમાં ધરપકડ કરાશે

આપઘાત કરવા જાવ છું તેવી ચિઠ્ઠી લખી આરોપી ઘરેથી ભાગી ગયો હતો

Advertisement

રાજકોટ શહેરમાં 98 લાખની છેતરપીંડી અંગે નોંધાયેલા જુદા જુદા બે ગુનામાં નાસતા ફરતા આરોપી ચેતન કનકભાઈ પરમાર (ઉ.વ.28, રહે. મૂળ નવાગઢ-ધાર, જેતપુર, હાલ મેટોડા)ને માલવિયાનગર પોલીસના પીઆઇ દેસાઈ અને સ્ટાફે પકડી પાડી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂૂ કરી છે.

આરોપી ચેતને એક વ્યક્તિને ખોટા ડોકયુમેન્ટ અને બેન્કના સ્ટેટમેન્ટો બતાવી, પોતાની ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં 50 લાખનું રોકાણ કરાવી,તે રકમ પરત આપી ન હતી.જે અંગે માલવિયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો.ત્યાર પછી આરોપી ચેતન સામે અલગ-અલગ લોકોની રૂૂા.48.75 લાખની કિંમતની આઠ કાર ફલીપકાર્ટમાં ભાડે અપાવવાના બહાને મેળવી લઈ સગે-વગે કરી નાખ્યાની બીજી ફરિયાદ નોંધાઈ હતી.આ બંને ફરિયાદો પોલીસમાં નોંધાઈ તે પહેલાં આરોપી ચેતન ગુમ થઈ ગયાની માલવીયાનગર પોલીસમાં તેના પરિવારજનોએ જાહેરાત કરી હતી. એટલું જ નહીં ગુમ થતાં પહેલાં આરોપી ચેતને સ્યુસાઈડ નોટ લખી,પોતે આપઘાત કરી મૃત્યુ પામ્યો છે તેવી અફવા પણ ફેલાવી હતી.

આખરે તેને માલવીયાનગર પોલીસના પીએસઆઈ વી.આર.ઝાલાની રાહબરીમાં કોન્સ્ટેબલ અમરદીપસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ચેતનને બાતમીને આધારે ઝડપી લઈ હાલ રૂૂા.50 લાખની છેતરપીંડીના ગુનામાં વિધીવત ધરપકડ કરી રિમાન્ડ પર મેળવ્યો છે.આરોપીએ આઠ કારમાંથી પાંચ કાર ગીરવે મૂકી હતી જે કબજે કરવામાં આવી છે તેમજ બાકીની ત્રણ કાર અંગે પણ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.આ કાર્યવાહી પુરી થયા બાદ તેની કારના બહાને રૂૂા.48.75 લાખની છેતરપીંડીના બીજા ગુનામાં ધરપકડ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement