ક્રેડિટ કાર્ડમાં 5 હજારના પોઇન્ટ જમા થયાનુ કહી ગઠિયાએ રૂા.1.89 લાખ ઉપાડી લીધા
પોઇન્ટને રીડીમ કરવા માટેની લિંક મોકલી હતી: ગઠિયા સામે ગુનો
બજરંગવાડી શેરી નં.9માં રહેતા અને ઘર પાસે જ કરિયાણાની દુકાન ધરાવતાં અમીન ફારૂૂકભાઈ શેખ (ઉ.વ.27) સાથે રૂૂા.1.89 લાખનો સાયબર ઠગાઈ થતાં સાયબર ક્રાઈમ પોલીસે આજે ફરિયાદ નોંધી હતી.
ફરિયાદમાં અમીને જણાવ્યું કે,ગઈ 11-9-2023નાં રોજ સાંજે તેના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો.જેમાં લખ્યું હતું કે તમારા એસબીઆઈ ક્રેડિટ કાર્ડના રૂૂા.પ હજારના પોઈન્ટસ જમા થયા છે.જેને રીડીમ કરવા માટે એક લીન્ક મોકલી હતી.જે લીન્ક તેણે ઓપન કર્યા બાદ તેમાં પોતાનું નામ, એસબીઆઈના ક્રેડિટ કાર્ડની માહિતી અને બીજી જરૂૂરી માહિતી પણ ભરી હતી.
ત્યારબાદ તેના ક્રેડિટ કાર્ડમાંથી રૂૂા.1.89 લાખ ડેબીટ થઈ ગયાના ટ્રાન્ઝેક્શન થયા હતા.જેની જાણ થતાં તત્કાળ તેણે સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આજે સાયબર ક્રાઈમ પોલીસે વિશ્વાસઘાત, છેતરપીંડી અને આઈટી એકટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.સાયબર ક્રાઈમ પોલીસે જે હેડરમાંથી મેસેજ આવ્યો હતો તે મોબાઈલ નંબરના ધારકને આરોપી બનાવી તેને ઝડપી લેવા તજવીજ શરૂૂ કરી છે.