For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝારખંડના ગઠિયાએ વિધાનસભાના અધ્યક્ષનું ફેક એકાઉન્ટ બનાવ્યું

04:38 PM Feb 19, 2024 IST | Bhumika
ઝારખંડના ગઠિયાએ વિધાનસભાના અધ્યક્ષનું ફેક એકાઉન્ટ બનાવ્યું

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેક એકાઉન્ટ બનાવી તેના ફોટા પાડીને વિવિધ લોકોને મેસેજ મોકલ્યા હતા. મેસેજમાં લોકોને સસ્તા સામાનની લાલચ આપીને આર્મીમેનની ઓળખ આપીને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સાયબર ક્રાઈમ પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં તેઓએ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેસબુક એકાઉન્ટ ઝારખંડથી ઓપરેટ થતું હતું. જેના કારણે સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમ ઝારખંડ પહોંચી ગઈ છે.

Advertisement

કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેસબુક પર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના ફોટા અને નામ સાથે નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. એટલું જ નહીં, ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ અલગ-અલગ લોકોને મેસેજ મોકલ્યા હતા, જેમાં તેણે કહ્યું હતું કે તે સેનામાં છે. ઉપરાંત, જો કોઈએ મેસેજનો જવાબ આપ્યો, તો આ વ્યક્તિ ફર્નિચરના ફોટા મોકલશે અને કહેશે કે અમને બીજે ક્યાંક પોસ્ટ કરવામાં આવ્યા છે. આથી, હું ફર્નિચર વેચવા માંગતો હતો અને જો તમારે તે ખરીદવું હોય તો હું તમને સસ્તા ભાવે આપીશ તેમ કહી પૈસા માંગ્યા હતા. બીજી તરફ શંકર ચૌધરીના સ્ટાફને પણ ડમી એકાઉન્ટની માહિતી મળતાં તેઓએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમના ડીસીપી અજીત રાજિયાએ કહ્યું હતું કે ફરિયાદ મળતાની સાથે જ ટેકનિકલ વિશ્ર્લેષણ શરૂૂ કરવામાં આવ્યું હતું અને આઈપી એડ્રેસ અને લોકેશન પણ એકત્ર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફેસબુક પર બનાવેલ એકાઉન્ટ ઝારખંડથી એક્ટિવેટ અને ઓપરેટ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement