ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીની આરટીઓ નજીક નવનિર્મિત બ્રિજમાં ગાબડું

01:18 PM Mar 09, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ડબલ એન્જીન સરકાર અને સતત વિકાસના ગાણા ગાતી ગુજરાત સરકારના રાજમાં નવા બનેલા પુલની ગુણવત્તા કેટલી નબળી હોય છે તેના અનેક ઉદાહરણો જોવા મળ્યા છે છાશવારે નવા બનેલા પુલ તૂટી જવાની અને ગાબડા પડવાની ઘટના બનતી રહે છે જેમાં આજે મોરબીની જૂની આરટીઓ કચેરી નજીક નવા બનેલા પુલમાં ગાબડું પડતા ફરી એક વખત વિકાસની પોલ ખુલી ગઈ છે
મોરબીને કચ્છ સાથે જોડતા મુખ્ય માર્ગ સમાન જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો અંદાજે દોઢ વર્ષ પૂર્વે નવા પુલને બનાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને માત્ર દોઢ વર્ષના ટૂંકાગાળામાં પુલ પર મસમોટું ગાબડું પડેલું જોવા મળ્યું હતું તો આ કામ કચ્છની એમ કે સી કંપનીને આપ્યું હોવાની માહિતી મળી છે.રાજકોટથી આવતા વાહનોને કચ્છ તરફ જવા માટેનો આ મુખ્યમાર્ગ હોય જેથી સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને પુલ પર મોટું ગાબડું પડતા હાલ ગાબડા ફરતે પથ્થર રાખી કામ ચલાઉ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ગાબડું એટલું મોટું છે કે તે ગાબડામાંથી નીચે રહેલ મચ્છુ નદીનું પાણી સ્પષ્ટ જોઈ સકાય છે.

Advertisement

આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને મોટું ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી હતી બ્રિજનું કામ રાજકોટ આર એન્ડ બી વિભાગ હસ્તક આવતું હોવાથી તેઓને જાણ કરવામાં આવી હતી અને રાજકોટની ટીમ મોરબી આવવા રવાના થઇ હોવાનું પણ આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે પરંતુ સાંજ સુધી ના તો અધિકારી એ ફોન ઉપડ્યા ના તો સ્થળ પર પહોચ્યા હતા.માત્ર દોઢ વર્ષમાં પુલમાં ગાબડું પડી ગયું છે ત્યારે પુલની ગુણવત્તા કેમ આટલી નબળી હતી તેનો જવાબ શાસક પક્ષે જ આપવો રહ્યો.પરંતુ અત્યાર સુધી એક્શન કેમ ના લેવાયા તે મોટો સવાલ ? પુલમાં ગાબડા અંગે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાએ જાણ કરી હતી કે પુલ પર ગાબડું પડ્યું છે જેથી તાત્કાલિક અધિકારીને મોકલ્યા છે નબળા કામની તપાસ માંગી છે બીજનું કામ નબળું થયાનો પણ ધારાસભ્યએ જાહેર કરેલ વિડીયોમાં એકરાર કર્યો હતો અને જે તકલીફ હશે તે કોન્ટ્રાકટર પાસે રીપેર કરાવીશું તેવું જણાવ્યું હતું જોકે પુલ ની કામગીરી નબળી થઇ છે તો અત્યાર સુધી કેમ કોઈ એક્શનના લેવાયા તેનો જવાબ શાસક પક્ષે જ આપવો પડશે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement