For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંસદમાં ચાંદીપુરા વાઈરસનો મુદ્દો ઉઠાવતા ગેનીબેન ઠાકોર

04:05 PM Jul 25, 2024 IST | Bhumika
સંસદમાં ચાંદીપુરા વાઈરસનો મુદ્દો ઉઠાવતા ગેનીબેન ઠાકોર
Advertisement

ગુજરાતને વહેલી તકે વાઈરસ મુકત કરવા વડાપ્રધાનને અપીલ

ગઇકાલે સંસદના બંને ગૃહમાં કાર્યવાહી દરમિયાન હોબાળો જોવા મળ્યો હતો. ત્યારે આ દરમિયાન બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. જેમાં ગેનીબેને ચાંદીપુરા વાયરસ બાબતે અધ્યક્ષને માહિતગાર કર્યા હતા.

Advertisement

સૌ પ્રથમ ગેનીબેને બનાસકાંઠાની તમામ જનતાનો આભાર માન્યો હતો. જે બાદ તેમણે કહ્યુ હતુ કે મારા સંસદીય ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ભયંકરરૂૂપ ધારણ કરી રહ્યો છે. જેમાં વિવિધ જીલ્લાઓમાંથી હાલ 84 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાંથી આ વાયરસના કારણે 37 બાળકોના જીવ ગયા છે. આંકડા અનુસાર આ વાયરસની ઝપેટમાં આવતા 100 માંથી 15 ટકા જ દર્દીઓને બચાવી શકાય તેવો ગંભીર વાયરસ છે.

ગેનીબેને સંસદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતનાઅમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં જીવલેણ વાયરસ વધતો જઈ રહ્યો છે. આ વાયરસ દિવસેને દિવસે ઘાતક થઈ રહ્યો છે. કારણ કે આ વાયરસ બાળકોને જ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. જો આ વાયરસને ગંભીરરૂૂપથી લેવામાં નહી આવે તો કોરોના કરતા વધારે ગંભીર સ્થિતિ સર્જાઇ શકે તેમ છે.

આ ઉપરાંત ગેનીબેને જણાવ્યુ હતુ કે ચાંદીપુરા વાયરસને લઇ મારી પ્રધાનમંત્રી અને આરોગ્ય મંત્રીને અપીલ છે કે આ વાયરસની ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને તેને રોકવા માટેના પગલાં વહેલીતકે ભરીને ગુજરાતને આ વાયરસથી મુક્ત કરી દેવામાં આવે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100 ને પાર થઇ ગઇ છે. ઉપરાંત આ વાયરસના કારણે 38 લોકો મોતને ભેટ્યા છે. જોકે આ વાયરસને અટકાવવા માટે રાજ્યભરના ઘરોમાં દવા-પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement