For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાણાવટી ચોક પાસે ટોળકીનો આતંક: મકાન પર ર્ક્યો પથ્થર મારો

04:50 PM Aug 22, 2024 IST | Bhumika
નાણાવટી ચોક પાસે ટોળકીનો આતંક  મકાન પર ર્ક્યો પથ્થર મારો
Advertisement

સોસાયટીમાં પાલતું શ્ર્વાનને દોડાવવા અને ઘર પાસે મિત્રોને બેસાડતા નામચીન બૂટલેગરને ટપારતા મામલો બિચક્યો

રાયોટિંગ, મારામારી અને મદદગારી સહિતની ક્લમ હેઠળ 10 શખ્સો સામે નોંધાતો ગુનો

Advertisement

શહેરના નાણાવટી ચોક પાસે આવેલા સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં નામચીન બુટલેગર સહિત 10 શખ્સોએ ગઇકાલે આંતક મચાવ્યો હતો અને એક મહિલાના મકાનમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. પથ્થરમારો કરતા મહિલાને ઇજા પહોંચી હતી. આરોપી બુટલેગર સોસાયટીમાં પાલતુ શ્ર્વાન દોડાવતો હોય તેમજ સોસાયટીમાં ઘર પાસે તેમના મિત્રોને બેસાડી ગાળો બોલતો હોય જેથી મહિલાએ તેમને અહીં ટોળે વળી મિત્રોને બેસાડવાની ના પાડતા બુટલેગર અને તેમના મિત્રો ઉશ્કેરાયા હતા અને પ્રાણઘાતક હથિયારો લઇ રીતસરનો આંતક મચાવ્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં બુટલેગર સહિત 10 શખ્સો વિરુદ્ધ રાયોટિંગ સહિતની ક્લમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાવ મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે આવેલા આવાસ યોજનાના ક્વાર્ટર નં.644માં રહેતા ભાવીનીબેન શૈલેસભાઇ ઝાલાએ પોતાની ફરિયાદમાં તેમના ઘર નજીક રહેતા જયુ અતુલભાઇ મકવાણા, રાજ અતુલભાઇ લુણીયાતર, અંશ અતુલ લુણીયાતર, શક્તિ (રહે.લક્ષ્મીના ઠોરે), મિતલબેન અતુલભાઇ લુણીયાતર, નૈયનાબેન જયુભાઇ લુણીયાતર, પાર્થ ઉર્ફે ખીસ્કોલી, પ્રકાશ રમેશભાઇ મકવાણા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાયોટિંગ, મારામારી, મદદગારી અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવમાં ફરિયાદી ભાવીનીબેને ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમના પતિ કડિયા કામ કરે છે.

ગઇકાલે રાત્રીના સમયે પોણા અગ્યાર વાગ્યે પોતાના ઘરમાં બેઠા હતા ત્યારે તેમના ઘર પાસે શેરીમાં રહેતો જયુ મકવાણા તેમજ તેમના મિત્રો રાજ, અંશ અને શક્તિ ત્યાં ઘર પાસે બાઇક પર બેઠા હતા. અને ભાવીનીબેનના મકાન સામે જોયા કરતા હતા. તેમજ બિભત્સ શબ્દો બોલતા હતા. જેથી મહિલાએ ત્યાં પહોંચી કહ્યું કે, આપડે ગઇકાલે સમાધાન થઇ ગયુ છતા અહીં ઘર પાસે ટોળે વળીને કેમ બેઠા છો જેથી આરોપી જયુ ઉશ્કેરાઇ ગયો અને ગાળો બોલી ભાવીનીબેનને મારવા દોડ્યો હતો.

આ બનાવમાં શક્તિના હાથમાં ધોકો હતો. જેમણે એક ઘા ઝીંક્તા મહિલાને ઇજા થઇ હતી. ત્યાર બાદ જયુ, રાજ અને અંશએ પથ્થરનો ઘા કરતા મહિલાના મકાનની બારીમાં નુક્શાન થયુ હતું. ત્યારબાદ આરોપીઓએ મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી અને કહ્યું હતુ કે, ‘તારો પુત્ર ન સચવ્યા તો અમે મારી નાખીશું’ ત્યાર બાદ આરોપીઓએ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યાર બાદ મહિલાએ 100 નંબરમાં ફોન કરી પોલીસ બોલાવતા પોલીસ આવે તે પહેલા જ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મહિલાએ જણાવ્યું હતુ કે, આ મામલે ગઇકાલે જયુ મકવાણા સોસાયટીમાં પોતાનું પાલતુ શ્ર્વાન દોડવતો હોય. જેની ઉપર પુત્ર પૃથ્વીરાજ પડતા મહિલાએ જયુને શ્ર્વાનને બાંધી રાખવાનું કહ્યું હતુ. જેથી બન્ને પક્ષે બોલાચાલી થઇ હતી. ત્યારે જયુ પાસે છરી હતી અને રાજ અને અંશ પાસે કુહાડી હતી અને રાજના માતા તેમજ જયુના પત્ની ગળુ બોલતા હતા. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત ર્ક્યા હતા.

આ ઘટના બની ત્યારે પણ પોલીસ વાન બોલાવી હતી. ત્યારે બધા એક જ સોસાયટીમાં રહેતા હોય જેથી ભાવિનીબેનના જેઠે આ મામલે સમાધાન કરાવ્યું હતું. તેમ છતા ગઇકાલે રાત્રે ફરી માથાકૂટ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાતા પીએસઆઇ ડી.આર.રત્નુ અને સ્ટાફ દ્વારા દસ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

હુમલાખોર જયુ નામચીન બૂટલેગર, અવાર-નવાર વિસ્તારમાં માથાકૂટ કરે છે: ફરિયાદીનો આક્ષેપ

નાણાવટી ચોક પાસેના આવાસ ક્વાર્ટરમાં મહિલના મકાન પર પથ્થરમારો કરનાર જયુ મકવાણા અને તેની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ તપાસમાં જણાવવા મળ્યું હતુ કે, આરોપી જયુ મકવાણા દારૂનો ધંધાર્થી છે અને પોલીસે થોડા દિવસો પહેલા જયુનો વિદેશી દારૂનો જથ્થો ઘોડાના તબેલામાંથી કબ્જે ર્ક્યો હતો. ત્યારે જયુનું નામ ખૂલ્યું હતું. આ ઘટનામાં ફરિયાદી ભાવિનીબેનના પતિ શૈલેસભાઇ આક્ષેપ ર્ક્યો હતો કે, આરોપી જયુ ક્વાર્ટરમાં દારૂ વેચતો હોય તેમજ અહીં જ દારૂની મહેફીલ માણી તેમના મિત્રો અહીં અવાર-નવાર જાહેરમાં ડીંગલ કરતા હોય છે. જેનાથી વિસ્તારવાસીઓ ત્રાસી ગયા છે. પોલીસ પણ ક્યાં કરી નહીં લે તેવી આ જયુ વિસ્તારના લોકોને ધમકી આપતો હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement