ખાણ ખનીજ અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ
ધ્રોલના વાંકિયા અને લૈયારા ગામમાંથી માટી ભરતા બે ટ્રેક્ટર ચાલક પાસેથી કર્યો તોડ
ખાણ ખનીજના અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ છે. ધ્રોલના વાંકીયા અને લૈયારા ગામમાંથી માટી ભરતા બે ટ્રેક્ટર ચાલક પાસેથી રૂૂ.18000 નો તોડ કર્યો હતો. ધ્રોલ પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગતો મુજબ ફરિયાદી ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.50, રહે-લૈયારા ધ્રોલ) એ ફરિયાદમાં જણાવ્યું કે પોતે જે.સી.બી. ટ્રેકટર ચલાવવાનો વ્યવસાય કરે છે. ગત તા.08/04/25 ના બપોરના બે વાગ્યાની આસપાસ હું તથા મારો દિકરો રૂૂષિરાજ જે.સી.બી અને બે ટ્રેકટર લઇ અમારા ગામના તળાવમાથી માટી ભરી અમારા ખેતરમા નાખતા હતા.
દરમિયાન બપોર ના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ ગામના તળાવમાં એક સફેદ કલરની અર્ટીકા ફોરવ્હીલ આવેલ. અને તે ફોરવ્હિલ માથી બે પુરુષ અને ત્રણ સ્ત્રી ઉતરેલ. આ ત્રણેય સ્ત્રીઓ તેના મોબાઇલ વડે ટ્રેકટર તથા જેસીબીના વીડીઓ રેકોડીંગ ઉતારવા લાગેલ. અને તેમાના એક પુરૂૂષે મને કહેલ કે અમે જામનગર ખનીજમાથી આવ્યે છીએ. તમારી પાસે માટીની કાઇ મંજુરી છે. જેથી અમે તેને કહેલ કે અમે ખેડુત છીએ અને અમારા ખેતરમા માટી ભરીયે છીએ અને જો તમે કહેતા હોય તો અમારા ગામના સરપંચનો દાખલો લઇ આવી. અથવા અમારા ખેતરના સાત બાર લઇ આવી એ તેમ કહેતા તેમણે કહેલ કે હવે કાઇ લઇ આવવાની જરૂૂર નથી. તમારૂૂ જેસીબી તથા બન્ને ટ્રેકટર લઇ જવાના છે. અને જો નહી માનો તો પીસીઆર બોલાવી પડશે અને તમારૂૂ બધુ રેકોડીંગ અમે લઇ લીધેલ છે. જો આ રેકોડીંગ ઉપર વય જાસે તો તમે લાંબા થઇ જાસો તેમ કહી પતાવટ કરવાનુ કહેલ. અને મારી પાસે રૂૂ.20,000 માંગેલ. બાદ રકજક કરતા અંતે રૂૂ.10,000 આપ્યા હતા. અને તેઓ પોતાની ગાડી લઇ જતા રહેલ હતા. બે દિવસ બાદ અમને જાણ થયેલ કે, અમારા દશ હજાર રૂૂપીયા લઇ ગયેલ છે.
તેવી તોળ કરતી ટોળકી પંચ એ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે. જેથી હું તથા મારા ભત્રીજા મયુરસિંહ જાડેજા, મનોહરસીંહ જાડેજા પંચ એ પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરવા માટે ગયેલ હતા. અને ત્યાં આ સફેદ કલરની અર્ટીગા (રજી.નં.ૠઉં-04 ઈઉં-2162) વાળી ગાડી પડેલ હોય તથા અમારી પાસેથી દશ હજાર રૂૂપીયા ખાણ ખનીજ અધિકારી તરીકે ઓળખ આપી લઇ ગયેલ હોય. તેમાના એક પુરૂૂષ તથા એક સ્ત્રી હાજર હતા. અને માલૂમ પડ્યું કે આજ ટોળકીએ અન્ય જગ્યાએ પણ તોડ કરેલ છે. ખાણ ખનીજ અધિકારી હોવાની ખોટી ઓળખ આપનાર પ્રવીણ કરશનભાઇ પરમાર (રહે-જામ ખંભાળીયા), વીરુબેન સવજીભાઈ પરમાર (રહે-હનુમાન ટેકરી જામનગર), જગદીશ હસમુખભાઇ સાંથેલા (રહે. જામનગર), રાજશ્રીબેન ઉર્ફે જયશ્રીબેન દિપકભાઈ ચૌહાણ (2હે. શંકર ટેકરી જામનગર), ગીતાબેન પ્રવીણભાઈ ચાવડા (રહે-જામ ખંભાળીયા) એ સામે ધ્રોલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આજ ટોળકીએ ધ્રોલના વાંકીયા ગામમાં પણ આજ રીતે ખોટી ઓળખ આપી તોડ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભુપતભાઇ હીરાભાઈ બાંભવા (ઉ.વ.45, રહે-ગાયત્રીનગર ધ્રોલ) નામનાં વ્યક્તિ પાસેથી પણ આજ રીતે ખોટી ઓળખ આપી રૂપિયા 8000 પડાવ્યા હોવાની ધ્રોલ પોલીસમાં બીજી ફરિયાદ નોંધાઈ હતી.
----------