રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં સોલાર પેનલની પ્લોટ્સની ચોરી કરતી ગેંગ પકડાઇ

01:00 PM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સ્ટાફ ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાબભાઇ હરકટ તથા એજાજખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે, શરદ ખેર તથા તેના મિત્રો મનદિપસિંહ સરવૈયા, શુભરાજ ખેર એ મળીને શરદ ખેરના વાડી વિસ્તાર, દાઠા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ રહેણાંક મકાનની બાજુમાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે. જે સોલાર પ્લેટ તેઓ કયાંથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.

Advertisement

બાતમી ને આધારે આ જગ્યા ઉપર આ ત્રણેયની આગવી ઢબે પુછપરછ કરતાં તેઓ ત્રણેય જણાંએ સાથે મળીને આજથી આશરે એકાદ મહિના પહેલાં મંગેળા ગામે આવેલ ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રીના સમયે ચોરી કરીને શરદ ખેરની મહિન્દ્દા કેમ્પર રજી.નંબર ૠઉં-04-અઠ 7971 માં ભરીને શરદના રહેણાંક મકાન પાસે રાખી દીધેલ હોવાનું અને બે સોલાર મનદિપસિંહ સરવૈયાએ બોરડા ગામે આવેલ સાંઇ કૃપાવાળા અલ્પેશભાઇને વેચાણ કરેલ હોવાની કબુલાત કરેલ.

જે અંગે તેઓ વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ હતી.ઝડપાયેલા ત્રણેય શખ્સોમાં શરદભાઇ મનુભાઇ ખેર ઉ.વ.22, દાઠા,મનદિપસિંહ અશોકસિંહ સરવૈયા ઉ.વ.20 ધંધો-અભ્યાસ રહે.દરબાર ગઢ, વાટલીયા તા.તળાજા અને શુભરાજ મનુભાઇ ખેર ઉ.વ.23 ધંધો-વેપાર રહે. મુળ-મંગેળા તા.તળાજા કઠુડીમાંવાળા રસ્તે, કઠવા નો સમાવેશ થાય છે.

પોલીસે આ તસ્કર ત્રિપુટી પાસેથી એલ્યુમીનીયમ ધાતુમાં ફીટ કરેલ લખેલ આશરે 7.5 ડ 3.5 ફુટની પ્લેટ નંગ-29 કિ.રૂૂ.4,64,000/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, સ્ટાફનાં બાબાભાઇ હરકટ, યુસુફખાન પઠાણ, પાર્થભાઇ ધોળકિયા, એજાજખાન પઠાણ, વિશ્વજીતસિંહ ઝાલા, પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયા હતા.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement