પ્રવાસન સ્થળો પર મુસાફરોના દાગીના સેરવતી ગેંગ ઝડપાઇ
વેરાવળ શહેરમાં નજર ચુકવી ચોરી કર્યાના અનડીટેકટ ગુન્હામાં સીટી સર્વેલન્સ સ્કોડે રાજય વ્યાપી ગેંગની એક મહિલા સહીત પાંચને ઝડપી લઇ રૂૂા.4,34,000 ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નીલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા જીલ્લામાં બનતા ઘરફોડ, ચોરી, લુંટ, ચેઇન સ્નેચીંગ, મીલ્કત સંબધી ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ જે અનુસંધાને વેરાવળ પોલીસમાં બી.એન.એસ.કલમ-304, 54, મુજબનો ગુન્હો તા.19 ના નોંધાયેલ હતો.
આ બનાવમાં શોભનાબેન પરષોતમભાઇ ટાંક રહે.વેરાવળ શહેરના રાજેન્દ્રભુવન રોડ પર આવેલ બેન્કોની સામે રોડ પરથી પસાર થઇ રહેલ તે દરમ્યાન એક ઇકો ગાડીમા ચાર પુરૂૂષો તથા એક મહીલા આવીને ભાવનગર જવાનો રસ્તો કઇ બાજુ આવેલ છે તે બાબતે પુછપરછ કરી શોભનાબેનને વાતોમા લઇ સામે રોડ પાર કરાવી ગલીમા લઇ જઇ વાતો-વાતોમા શોભનાબેનની પાસેની પ્લાસ્ટીકની થેલીમાંથી આશરે 10-ગ્રામ જેટલા વજનની સરવાળી કાનમા પહેરવાની સોનાની બુંટી સેરવી લીધાનો બનાવ બનેલ હતો.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરેએ સ્ટાફના એ.એસ.આઇ. વજુભાઇ ચાવડા સહીતના સ્ટાફને આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડવા બાતમીના આધારે તથા સી.સી.ટી.વી સર્વલન્સના આધારે સંઘપ્રદેશ દીવથી ખાતેથી (1) મિનાબેન ભીમાભાઇ શુખલા ઉ.વ.37 રહે-વિજાપરુ માઢી આશ્રમની બાજુમાં તા.વિજાપુર જી.મહેસાણા (2) રતન પ્રેમાભાઇ રાઠોડ ઉ.વ.37 રહે.અમદાવાદ ભદ્રેશ્વર હાઉસિંગ સોસા., એરપોર્ટ(સરદારનગર)ની બાજુમાં જી.અમદાવાદ (3) સંજય રામાભાઇ સલાટ ઉ.વ-22 રહે.ખોરજ ખોડીયાર, જોગણીમાના મંદિરની બાજુમાં તા.જી.ગાંધીનગર (4) જસવંત જીતનભાઇ સલાટ ઉ.વ.25 રહે.વિજાપુર, માઢી આશ્રમની બાજુમાં તા.વિજાપુર જી.મહેસાણા (5) નિલેશ ઉર્ફે ભુરો મહેશભાઇ રાવલ ઉ.વ.22 રહે. વિશનગર ચોકડી શાસ્ત્રીનગર હુડકો, ઉઝા તા.ઉઝા જી.મહેસાણાને હસ્તગત કરી વેરાવળ પોલીસ સ્ટેશને લાવી આકરી પુછપરછ કરતા ઉપરોકત ગુન્હો કરેલાની કબુલાત આપેલ હતી અને ગુન્હામાં ચોરીમાં થયેલ અસલ મુદામાલ સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસેથી (1) સોનાની સરવાળી બુંટી વજન-10.900 ગ્રામ રૂૂા. 60,000 (2) સોનાની ફુલજેવી ડીઝાઇન વાળી બુંટી વજન 4.900 ગ્રામ રૂૂા.29,000 (3) સોનાનુ ગાળમા પેહરવાનુ પેન્ડલ વજન 2.600 ગ્રામ રૂૂા.15,000 (4) મારૂૂતી સુઝુકી કમ્પનીની ઇકો કારની રૂૂા3,00,000 (5) મોબાઇલ ફોન 5 રૂૂા.30,000 મળી કુલ રૂૂા.4,34,000 ની સાથે ઝડપી લીધેલ છે. આ આરોપીઓના ગુન્હાહીત ઇતિહાસમાં મહેસાણા, વિસનગર, અમદાવાદના સરદારનગર, નિકોલ, તેમજ વડોદરા, ગાંધીનગરના અડાલજ સહીતના પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા ગુન્હાઓ નોંધાયેલ છે.