શહેરમાં સ્કૂટરની ડેકી તોડી ચોરી કરતી ગેંગ સક્રિય: ત્રણ ક્લાકમાં બે બનાવ
લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે એક્ટીવાની ડેકીમાંથી 1.44 લાખ અને કોઠારિયા રોડ પર એક્સેસમાંથી 2.50 લાખ ગઠિયા ચોરી ગયા
શહેરમાં સ્કુટરની ડેકી તોડી રોકડ રકમની ચોરી કરતી તસ્કર ગેંગ સક્રિય બની હોય તેમ માત્ર ત્રણ કલાકમાં બે ટુ-વ્હીલરની ડેકી તોડી 3.94 લાખ રોકડ ચોરી કરી ગયા હતા.જેમાં મવડી પાસે લક્ષ્મીનગર શાક માર્કેટમાં એક્ટિવાની ડેકીમાંથી 1.44 લાખ અને કોઠારિયા મેઈન રોડ પર એક્સેસમાંથી 2.50 લાખ રોકડ તફડાવી જતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી પાસે લક્ષ્મીનગર શાક માર્કેટ વાળા રોડ પર રામેશ્વર પાર્ક, બ્લોક નં.11માં રહેતા કારખાનેદાર લલીતભાઈ ભુસભાઈ કમાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત શનિવારે ગોંડલ રોડ પર આવેલી સમૃધ્ધી ભવન બિલ્ડીં ગમાં માધવ આંગડડીયા નામની પેઢીમાં ઇન્દોરથી તેમના ધંધાના આવેલા 1.30 લાખ રોકડ લઈને તેમની ડેકીમાં રાખ્યા હતા. તેમજ તેમનું પાકીટ જેમાં રોકડ રૂૂ.14 હજાર અને તેમના ડોક્યુમેન્ટ હતા તે પણ ડેકીમાં રાખ્યા હતા.ત્યાંથી એક્ટિવા લઈને તેઓ ઘરે આવ્યા હતા.અને રોકડ રૂૂપિયા ડેકીમાં રાખીને ઘરમાં જમવા માટે ગયા હતા.
બાદમાં જમીને કારખાને જવા માટે એક્ટિવા પાસે આવ્યા ત્યારે એક્ટિવાની ડેકી ખુલ્લી જોવા હતી.અને .તેમાંથી રોકડ રકમ અને પાકીટ ચોરાયાનું માલુમ પડતા માલવિયા પોલીસમાં 1.44 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવમાં કોઠારીયા રોડ પર રામનગર શેરીમાં રહેતા કારખાનેદાન પણ મુકેશભાઈ બોઘરાએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શનિવારે પોતાનું એક્સેસ લ એક્સેસ લઈને સોની બજારમાં આવેલી આર.કે આંગડિયા પેઢીમાં ધંધાના આવેલા 2.50 લાખ રોકડ લઈ તેને ડેકીમાં રાખીને પોતાન ઘરે આવી ગયા હતા.
બાદમાં એક્સેસને ઘર પાસે પાર્ક કરીને ઘરમાં કામ સબબ ગયા હતા.અને બે કલાક બાદ બહાર આવીને જોતા તેમના એક્સેસની ડેકી તૂટેલી જોવા મળી હતી. અને કોઈ અજાણ્યો તસ્કર રોકડ ચોરી ગયાનો માલુમ પડતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ ચોરીની ઘટના શનિવારના રોડ બની હતી.જેમાં પ્રથમ ઘટના બોપરે 2 વાગ્યે અને બીજી ઘટના સાંજના 5 વાગ્યે બની હતી.જેથી માત્ર ત્રણ કલાકના અંતરમાં આ બંને ચોરીને તસ્કર ગેંગે અંજામ આપ્યો હતો.