સૌરાષ્ટ્રભરમાં ગણેશોત્સવનો વાજતે ગાજતે ઉત્સાહભેર પ્રારંભ
પૂજા, અર્ચન, આરાધના, મહાઆરતી, સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્રભરમાં શનિવારથી શરૂ થયેલ ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે જુદા જુદા વિસ્તારોમાં ગણેશ સ્થાપના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવને ભાવભરી રીતે સ્થાપિત કરાયા હતાં.ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખંભાળિયા
ખંભાળિયાના ધરમપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ધી પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે તાજેતરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઘ્નહર્તા દેવના જન્મ પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને બાલગણેશ બનાવી, તેમની પૂજા, અર્ચના, આરાધના તેમજ મહા આરતી કરવામાં આવી હતી. બાલગણેશ બનેલા આ વિદ્યાર્થી બાળક સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં સ્તુતિ સાથે ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખંભાળિયાના રહેણાંક વિસ્તારો રામનાથ સોસાયટી, નવાપરા, જૂની લોહાણા મહાજન વાડી - જલારામ ચોક, બેઠક રોડ, ઉપરાંત ઝવેરી બજાર, લુહારશાળ વિગેરે સ્થળોએ ગણેશ પંડાલોમાં આકર્ષક રોશની તેમજ સંગીતમય વાતાવરણ વચ્ચે જુદા જુદા કાર્યક્રમો શ્રીનાથજીની ઝાંખી, અન્નકૂટ દર્શન, વિગેરે માટે ગણેશ ભક્તોની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આકોલવાડી
ગણેશ ચતુર્થી ના દિવસે ગીર સોમનાથ જિલ્લાના આંકોલવાડી ખાતે આવેલ તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી શાળામાં ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવેલી જેમાં ધોરણ એલ કે જે થી ધોરણ 12 સુધીના બાળકોએ અબીલ ગુલાલ અને ગણપતિ બાપા મોરિયા ઘી ને લાડુ ચોરીયા ના નારા સાથે ગણપતિ બાપા ની પૂજા કરી સ્થાપના કરવામાં આવેલી હતી.
ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે દુંદાળા દેવ ગણપતિજીનીવાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. વેપારી ભાવેશભાઈ ધમસાણિયાના પરિવાર દ્વારા રામ મંદિરચોકમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દરરોજ આરતી સત્સંગ રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
કેશોદ
કેશોદ શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થી થી રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ વાજતેગાજતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે. કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ યુવક મંડળ સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા દશ દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી આસ્થાભેર પુજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે.
વેરાવળ
ગણેશ ચર્તુથીના પાવન દિવસે યાત્રાઘામ નગરી વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા અંદાજે 350 જેટલા સ્થળોએ એક થી છ ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિઓની આસ્થા-ભેર સ્થાપન કરવામાં આવેલ છે. યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથ શહેરમાં શારદા સોસાયટીમાં સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, અટલ સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક તેમજ સોમનાથમાં રામરાખ ચોક સહીત બન્ને શહેરોના જુદા-જુદા વિસ્તારોમાં અંદાજે 350 થી વઘુ સ્થળોએ એકથી લઇને ચાર ફૂટ સુઘીની વિધ્નહર્તા ગણપતિજીની મૂર્તીઓની આસ્થાભેર સ્થાપના કરવામાં આવેલ છે.
ધોરાજી
ધોરાજી શહેરામા સહયોગ ગ્રુપ કા રાજા દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવેલ જેમાં ગણેશ મહોત્સવ લઇને ભક્તોમા અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહયો છે ગણેશ ચતુર્થીના દિવસે ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવીલછે. ત્યારે આજરોજ સહયોગ ગ્રુપ કા રાજા ગ્રુપ દ્વારા ગણેશજી ની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણ અને માન આપીને ખાસ પધારેલ પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા મહા આરતી કરવામાં આવેલ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્રારા દરરોજ સવાર સાંજ આરતી, પૂજન, પ્રસાદ સાથે આરાધના કરવામાં આવેછે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે જેમા રાસગરબા.રામધુન. સત્યનારાયણ કથા.જેવા અનેક કાર્યક્રમો યોજવામા આવે છે.
નવાગામ
કાલાવડ તાલુકાના નવાગામ ખાતે યુવા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ ગણેશ મહોત્સવની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પ્રતિદિન ગણપતિ દાદાની મહા આરતી આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને અમારા યુવા પ્રેસ પ્રતિનિધિ હર્ષલ ખંધેડિયાએ સાથેની ટેલિફોનીક વાતચીતમાં યુવા ગ્રુપ દ્વારા જણાવ્યું કે, 11 તારીખને બુધવારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન તેમજ ગણપતિ બાપાને છપ્પનભોગનો થાળ ધરવામાં આવશે. ત્યારે સમગ્ર ધર્મપ્રેમી જનતાને મહોત્સવમાં જોડાવવાનું આહવાન કરાયું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નવાગામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ.
સાવરકુંડલા
ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસ નિમિત્તે સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં 51 દીકરીઓની કળશ યાત્રા,51 ફોરવીલ સાથે નાસીક ઢોલ અને ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બપોરના 4:00 કલાકે આ શોભાયાત્રા નીકળી હતી જે દેવળા ગેઇટ ગાંધી ચોક મેઈન બજારથી નદી બજાર મણીભાઈ ચોક થી જે.વી.મોદી હાઇસ્કૂલ પાછળ નું મેદાન ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. લોકો એ ભાવ ઉત્સાહથી આ શોભાયાત્રામાં જોડાયા હતા અને વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.