ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જેલમાંથી ગણેશ જાડેજાએ ઉમેદવારી નોંધાવતા ભારે ગરમાવો
જયંતહભાઇ ઢોલના પત્ની અને યતિશ દેસાઇ પણ મેદાને
ગોંડલ નાગરિક બેંક ની ચુંટણી આગામી તા.15 નાં યોજાનાર છે.ત્યારે રાજકીય માથાઓ એ ઉમેદવારી કરતા માહોલ ગરમાયો છે.સામાન્ય રીતે બેંક ની ચુંટણીનું ખાસ મહત્વ હોતુ નથી.પણ ગોંડલ ની રાજકીય તાસીર હંમેંશા ગરમ રહીછે.ત્યારે બેંકની ચુંટણીમાં ધારાસભાની ચુંટણી જેવો માહોલ સર્જાયો છે. નાગરિક બેંકનાં કુલ 11 ડીરેકટર માટે યોજાનાર ચૂંટણી માં 38 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.જેમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, પુર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલનાં પત્નિ શારદાબેન, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ , જગદીશભાઈ સાટોડીયા સહિતે ઉમેદવારી નોંધાવી હોય ઉતેજના નો માહોલ સર્જાયો છે.
ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો ચુંટણી લડશે એ નિશ્ચિત છે.પણ હાલ ઉમેદવારો નો શંભુમેળો સર્જાયો હોય ઉમેદવારી પરત ખેંચવાની તા. ત્રણ અને ચાર બાદ પાંચમી તારીખે આખરી ચિત્ર સ્પષ્ટ થશે. નાગરિક બેંક ની ચુંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો વચ્ચે બળાબળ નાં પારખા થશે.